ઘરબેઠાં જ હવે લગાવી શકશો તમારા વાહનની હાઈ-સિક્યુરિટી નંબર પ્લેટ! જાણો કેવી રીતે…

Get installed High Security Number Plates at your home
Get installed High Security Number Plates at your home

નંબર પ્લેટ માટે RTO નહીં જવું પડે!
તંત્રએ લીધો મહત્વનો નિર્ણય…
RTOના કર્મચારીઓ આવશે તમારા ઘર અને સોસાયટીમાં!

જુઓ વિડીયો: 

વાહનોમાં હાઇ-સિક્યુરિટી નંબર પ્લેટ માટે હવે તમારે આર.ટી.ઓ કે પછી નજીકના સેન્ટરમાં ધક્કા નહીં ખાવા પડે. આ માટે તંત્રએ એક મહત્વનો નિર્ણય લીધો છે. તંત્રના આ નિર્ણયથી નંબર પ્લેટ ફિટ કરાવવા માંગતા લોકોને રાહત થશે. હવેથી નંબર પ્લેટ લગાવવા માટે તમારે આરટીઓમાં નહીં જવું પડે, પરંતુ આરટીઓના કર્મીઓ તમારા ઘરે આવીને નંબર પ્લેટ લગાવી આપશે. આ માટે હવે આરટીઓ તરફથી સોસાયટીઓ, સરકારી વસાહતો, એપાર્ટમેન્ટ્સ કે પછી જાહેર સ્થળો પર કેમ્પો કરીને નંબર પ્લેટ્સ લગાવી આપવામાં આવશે. જોકે, આરટીઓના કર્મીઓ તમારી સોસાયટીમાં આવે તે માટે એક પ્રક્રિયા કરવી પડશે. આ માટે સોસાયટીના સેક્રેટરીએ એક લેટર આરટીઓને આપવો પડશે. જે બાદમાં આરટીઓ તરફથી તારીખ આપવામાં આવશે અને સોસાયટીના વાહનોની જૂની નંબર પ્લેટ બદલીને નવી લગાવી આપવામાં આવશે.

READ  અમદાવાદ: તલવારથી કેક કાપતો VIDEO થયો VIRAL, પોલીસે આરોપીની કરી ધરપકડ

 

High Security Number Plates must for your vehicles
High Security Number Plates must for your vehicles

 

આ પણ વાંચો: ઉ.પ્રદેશના ખેડૂતોને અમિતાભ બચ્ચને કરી એવી મદદ કે જે રાજ્ય સરકાર પણ કરી ન શક્યું !!!

આર.ટી.ઓ. ખાતે ભીડ ન થાય અને વાહનના માલિકોનો પણ સમય બચે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સરકારે જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે સરકારી વસાહતો, સોસાયટીઓ કે એપાર્ટમેન્ટ્સ કે પછી જાહેર સ્થળો પર યોજવામાં આવનાર કેમ્પમાં નવી નંબર પ્લેટ લગાવવા માટે આર.ટી.ઓ. તરફથી નક્કી કરેલો ચાર્જ વસૂલ કરવામાં આવશે. જેમાં ટુ-વ્હીલરના 140 રૂપિયા, થ્રી-વ્હીલરના 180 રૂપિયા, કારના 400 રૂપિયા તથા ભારે વાહનોના 450 રૂપિયા લેવામાં આવશે. એચએસઆરપી ફીટ કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર જાહેર કરવામાં આવી છે અને આ મુદ્દત બાદ એચએસઆરપી ફિટ કરાવવા માટે 500 રૂપિયાનો દંડ લેવામાં આવશે.

READ  When PM Narendra Modi helped 12-year-old boy suffering from rare brain disorder - Tv9

[yop_poll id=44]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી. 

 

FB Comments