દિલ્હીના રામલીલા મેદાનમાં PM મોદીનું CAA મુદ્દે નિવેદન, મારું પૂતળું સળગાવો દેશની સંપત્તિ નહીં

Amended citizenship law has nothing to do with Indian citizens: PM Modi

દિલ્હીના રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધન્યવાદ અભિવાદન માટે એક રેલી યોજાઈ. આ રેલીમાં CAA પર દેશમાં સળગેલી આગને બુઝાવવા માટે પીએમ મોદીએ લોકોને જાગૃતિ આપવાનો પ્રયત્ન કર્યો. અને દેશભરમાં થયેલી હિંસા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસથી લઈને મમતા બેનરજી સુધી વિપક્ષી નેતાઓને આડેહાથ લીધા. અને લોકોને શાંતિ રાખવા અપીલ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકતા સંશોધન કાયદાને લઈને મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યુ કે વિરોધ કરવો હોય તો મોદીનું પુતળુ સળગાવો પરંતુ દેશની સંપત્તિને ન સળગાવો. નિર્દોષ પોલીસકર્મીઓ મારનો ભોગ બની રહ્યા છે. પોલીસ પર પથ્થર ફેંકનારાઓને મોદીએ સવાલ કરતા કહ્યુ કે પોલીસ પર હુમલાથી શું મળશે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુંભ મેળામાં જઈ ગંગામાં લગાવી ડુબકી ? શું છે વાયરલ થયેલી પીએમ મોદીની ડુબકી લગાવતા દર્શાવતી તસવીરનું રીયલ સત્ય ? જાણવા માટે CLICK કરો

આ પણ વાંચોઃ CAA મુદ્દે દેશભરમાં લાગેગી આગને ઠારવા ભાજપે ઘડ્યો કીમિયો, કમલમ્ ખાતે બેઠકમાં કાર્યકરોને આપ્યા આ સૂત્ર

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે. કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર આગ લગાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ખોટો ભ્રમ ફેલાવીને સીએએ પર ખોટુ ઝુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. મોદીએ કહ્યું કે, દિલ્હીની સેંકડો કોલોનીઓ કાયદેસર કરવાનું કામ થયું ત્યારે કોઈ ધર્મ પૂછ્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ પર જ ચાલે છે. ક્યારેય કોઈને જાતિ કે ધર્મ પુછ્યો નથી.

READ  જો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મેચમાં વરસાદ ના બંધ થયો તો કઈ ટીમની જીત થશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બીજી તરફ પીએમ મોદીએ લોકોને પડકાર પણ ફેક્યો. પીએમ મોદીએ કહ્યું કે, એક બિલમાં દિલ્હીના 40 લાખ લોકોને અધિકાર આપ્યો. આ લોકો જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે કે અમે અધિકાર છિનવાનો કાયદો બનાવ્યો. આ જુઠ્ઠાણું ચાલવાનું નથી. તેમને પડકાર આપું છું કે મારા દરેક કામની ચકાસણી કરો. ક્યાંય પણ દૂરદૂર સુધી ભેદભાવની ગંધ આવે તો દેશની સામે લાવીને રાખી દો.

READ  વલસાડમાં એસ.ટી કર્મચારી મંડળના પ્રમુખ ફરજ ઉપર હાજર થતા મચ્યો હોબાળો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments