અલબામા અને જ્યૉર્જિયામાં આવેલા વિનાશકારી વાવાઝોડા અમેરિકાને હચમચાવ્યું, હજારો ઘર બર્બાદ, 5000 લોકો વીજળી વગર રહી રહ્યા છે

અમેરીકાના અલબામા અને જયોર્જિયા શહેરમાં રવિવાર બપોરે વાવાઝોડાએ ભારી તબાહી મચાવી છે. તેના કારણે 22થી વધુ લોકોના મોત થયા છે. આ વાવાઝોડામાં ઘણાં ઘર બરબાદ થઈ ગયા છે.

ઘણી રાહત એજન્સીઓએ આ ઘરોની અંદર ઘાયલ થયેલા લોકોની તપાસમાં લાગી છે. શેરીફ જે જોન્સ મુજબ અલબામામાં 22 લોકોની મોતની માહીતી છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે અને જેમની હાલત ખુબ ગંભીર છે તે લોકોને હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા છે. આ વાવાઝોડના પગલે પાંચ હજાર લોકો વીજળી વગર રહેવા માટે મજબૂર થઈ ગયા છે, કારણ કે ઇલેક્ટ્રિક સપ્લાય ઠપ થઈ ગયું છે.

અલબામાના શેરીફ જે જોન્સે જણાવ્યું કે આ વાવાઝોડાની પહોળાઈ લગભગ 1 માઈલના ચોથા ભાગની હતી. દક્ષિણ અમેરીકાના રાજયોમાં આવેલ આ વાવાઝોડામાં લગભગ 22 લોકોના મોત થયા છે. જ્યારે ઘણાં લોકો હજી પણ ગુમ છે. ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે. ત્યારે અલબામાની ગર્વનર કાય ઈવેએે સરકાર દ્વારા લગાવેલ ઈમરજન્સીના સમયને વધારી દીધો છે. 23 ફેબ્રુઆરીએ રાજયમાં તોફાન અને ગંભીર વાતાવરણના કારણે અલબામામાં સરકારે ઈમરજન્સી લગાવી હતી. તેમને ટ્વિટ કરીને આ વાવાઝોડામાં મુત્યુ થયેલા લોકો માટે દુખ વ્યક્ત કર્યું હતું.

READ  Howdy Modi: હ્યુસ્ટનમાં શીખ સમુદાય દ્વારા એરપોર્ટના નામ બદલવા મુદ્દે PM મોદીને કરી આ રજૂઆત

FB Comments