અમેરીકાની પાકિસ્તાનને ચેતવણી: હવે ભારત પર હુમલો થશે તો પાકિસ્તાન માટે મોટી સમસ્યા થઈ જશે

આતંકવાદના મુદ્દા પર અમેરીકાએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો ભારત પર આગળ કોઈ આતંકી હુમલો થશે તો પાકિસ્તાન માટે મોટી સમસ્યા થઈ શકે છે.

પાકિસ્તાનને સાવચેતી રાખતા અમેરીકાએ સાફ કરી દીધુ છે કે પાકિસ્તાનને આતંકી સંગઠનો પર કડક કાર્યવાહી કરવી પડશે. અમેરીકાએ પાકિસ્તાનને સંદેશ આપતા કહ્યું છે કે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબા જેવા આતંકી સંગઠનોની વિરૂધ્ધ પાકિસ્તાનને કડક પગલાં લેવા પડશે.

 

વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાનને આતંકી સંગઠનોની વિરૂધ્ધ કાર્યવાહી કરવાની જરૂર છે. ભારત-પાકિસ્તાન ક્ષેત્રમાં કોઈ પ્રકારનો તણાવ ઉભો ના થાય. તેના માટે જરૂરી છે કે પાકિસ્તાન ખાસ કરીને જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ -તોયબાની વિરૂધ્ધ કડક પગલાં ભરે. અમેરીકાએ કહ્યું કે જો બંને વચ્ચે સંબંધ બગડશે તો બંને દેશો માટે ખતરનાક સાબિત થશે.

અમેરીકી અધિકારીએ કહ્યું કે છેલ્લા ઘણાં દિવસોમાં પાકિસ્તાને શરૂઆતી પગલાં લીધા છે. જેમાં આતંકી સંગઠનોની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે અને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. પાકિસ્તાને જૈશના ઘણાં મોટા ઠેકાણાંઓને પણ તેમના હાથમાં લઈ લીધા છે પણ અમે તેનાથી વધારે એકશન જોવા માગ્યે છીએ. અમેરીકાએ પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું છે કે પહેલા પણ પાકિસ્તાન તરફથી આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે પણ પછીથી તે આતંકીઓને છોડી દેવામાં આવે છે. ત્યાં સુધી કે આતંકના આકાઓને આખા દેશમાં ફરવાની છુટ મળી જાય છે. ત્યારે પાકિસ્તાનને હવે કડક કાર્યવાહી કરવી પડશે.

Ahmedabad: 13,041 students get admission under RTE| TV9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

જાણો નિરવ મોદીને ભારત લાવવા માટે કેટલો સમય લાગી શકે?

Read Next

માયાવતીએ ઈશારામાં જ વડાપ્રધાન બનવાની ઈચ્છા વ્યકત કરી

WhatsApp પર સમાચાર