સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ગણાવ્યા ‘ગુમ સાંસદ’ અને કહ્યું કે, આ અમેઠીનું અપમાન છે

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે તેથી બધી જ પાર્ટીઓ પોતાના પ્રચારમાં વ્યસ્ત છે. ત્યારે બધી જ પાર્ટીઓ એકબીજા વિરૂધ્ધ નિવેદનો આપે છે.

એક બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની વાયનડ સીટ માટે નામાંકન કરશે. ત્યારે તેમની બીજી સીટ અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમની હુમલો કરતા કહ્યું કે વાયનાડની જનતાને જો રાહુલ ગાંધીની ક્ષમતા પર કોઈ પ્રશ્ન હોય તો તેમને એક વાર અમેઠી આવીને જોવુ જોઈએ.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે છેલ્લા 15 વર્ષથી અમેઠીના સાંસદ એક એવા વ્યકિત છે, જે અમેઠીમાં આવતા જ નથી. તેમને જવાબ આપવો પડશે કે આ દેશને કેમ લુંટવામાં આવ્યો? હું વાયનાડના લોકોને ચેતવુ છે. તેમને એક વાર અમેઠી જઈને જોવું જોઈએ.

READ  13મી જુલાઈએ ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવે તેવી સંભાવના

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જે અમેઠીને 15 વર્ષ સુધી ગુમ થયેલા સાંસદને સહન કરવો પડયો. બધી જ વ્યવસ્થાઓને અલગ કરી દીધી. તે અમેઠીને સશક્ત કરવાની જવાબદારી ભાજપે મને આપી છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે 15 વર્ષ પછી રાહુલગાંધી બીજી કોઈ જગ્યાએથી નામાંકન કરી રહ્યા છે. તે અમેઠીનું અપમાન છે. અમેઠીની જનતા તેને સહન કરશે નહિ.

READ  ક્રિકેટના ઈતિહાસની દુર્લભ ઘટના તમામ બેટ્સમેન '0' રન પર આઉટ

ભાજપ રાહુલગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાના નિર્ણય પર સતત હુમલો કરે છે. ભાજપનું કહેવુ છે કે રાહુલ ગાંધી ડરથી વાયનાડ ભાગી ગયા છે.

 

Oops, something went wrong.
FB Comments