અમેરિકા-ઈરાનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને લગાવ્યો ફોન, જાણો શું કહ્યું

amidst tension in us iran pm modi calls phone to trump read what happened us iran ni vache chali rahela tanav ni vache PM modi e trump ne lagavyo phone jano shu kahyu

અમેરિકા અને ઈરાનના સંબંધોમાં વધી રહેલા તણાવની વચ્ચે વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ફોન પર વાતચીત કરી છે. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પરિવાર સહિત અમેરિકાના લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી છે. આ વાતચીતમાં વડાપ્રધાન મોદીએ ભારત અને અમેરિકાની વચ્ચે સંબંધોમાં વધારે પ્રગતિની ઈચ્છા વ્યક્ત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: ભારતીય નૌકાદળના 21 જવાનોને કોરોનાનો ચેપ, 17 એપ્રિલે એક જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધ વિશ્વાસ, સન્માન અને સમજણ પર બન્યા છે અને મજબૂત પણ થયા છે. ગયા વર્ષે બંને દેશોની વચ્ચે રાજકીય ભાગીદારીને વધારવા માટે જે પ્રયત્નો થયા છે તેની પણ વડાપ્રધાન મોદીએ સરાહના કરી છે. સાથે જે વડાપ્રધાને પરસ્પર હિતના તમામ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે આગળ પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

READ  વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતે ફટકાર્યા 352 રન, શિખર ધવનની દમદાર સદી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નવા વર્ષમાં ભારતના લોકોની સમૃદ્ધિ અને પ્રગતિની શુભેચ્છા આપી છે. છેલ્લા ઘણા વર્ષોમાં ભારત અને અમેરિકાના સંબંધોમાં જે સિદ્ધિઓ આવી છે, તેની પર પણ ટ્રમ્પે ખુશી વ્યક્ત કરી છે. સાથે જ દ્વિપક્ષીય સહયોગને વધારે ગાઢ બનાવવા માટે તૈયારી બતાવી છે.

READ  ચીની સામાન બાદ ચીની એપ્લિકેશનને પણ ઝટકો, જાણો ક્યાં ક્યાં એપનો લોકો કરી રહ્યાં છે બહિષ્કાર?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments