VIDEO: દારૂની રેલમછેલ મુદ્દે કોંગ્રેસ ચીફ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતાં ‘સરકારને હપ્તાખોર ગણાવી’

Amit Chavda blames BJP leaders for taking 'hafta' from bootleggers daru ni relamchel mude congress chief amit chavda e BJP par prahar karta sarkar ne haptakhor ganavi

કચ્છના મુંદ્રામાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલ સામે આવ્યાને હજુ 24 કલાક પણ નથી થયા. ત્યાં સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા આશીર્વાદ ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. ફાર્મ હાઉસ પર ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી અને લિપ યર પાર્ટી પર પોલીસે છાપો મારી રંગમાં ભંગ પાડ્યો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાફેલ ડીલ પર મોટો ખુલાસો : PMOએ એંટી કરપ્શન ક્લૉઝ જેવી મહત્વની શરત હટાવવા દબાણ કર્યાનો દાવો

ફાર્મ હાઉસ પરથી પોલીસે દારૂની મહેફિલ માણતાં 50થી વધુ નબીરાઓને ઝડપી પાડ્યા છે. લિપ યર પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા નબીરાઓમાં 13 જેટલી યુવતીઓ પણ ઝડપાઈ છે. સાથે જ પોલીસે ફાર્મ હાઉસ પરથી 7 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો તેમજ 13 જેટલી કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સૂર્યગ્રહણને લઈ ગુજરાતના મંદિરોના નિત્યક્રમના સમયમાં ફેરફાર, જુઓ VIDEO

 

 

ત્યારે કોંગ્રેસના ચીફ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં અમિત ચાવડાએ સરકારને હપ્તાખોર ગણાવી. ભાજપના શાસકો હપ્તા લેતા હોવાથી દારૂબંધી નથી કરી શકતા, ગુજરાતમાં શાંતિ જળવાય તેવી તેમની ઈચ્છા નથી. મુખ્યપ્રધાન રૂપાણી, ગૃહરાજ્યપ્રધાન અને ભાજપની હપ્તાખોરી જવાબદાર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  GUJARAT 20-20 : 23-01-2016 - Tv9 Gujarati

 

આ પણ વાંચો: VIDEO: સુરતના એક ફાર્મહાઉસમાં પોલીસની રેડ, દારૂની મહેફિલ માણતી મહિલાઓ સહિત 50થી વધુની અટકાયત

FB Comments