ગૃહમંત્રી અમિત શાહે કહ્યું આખા દેશમાં NRC લાગુ કરીશું તો મમતા બેનર્જીએ કર્યો વિરોધ

NRC એટલે કે નેશનલ સિટીઝન રજિસ્ટરને લઈને ફરીથી રાજનીતિ ગરમાયી છે. બુધવારના રોજ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે એનઆરસી આખા દેશમાં લાગુ કરવામાં આવશે. તેઓએ વધુમાં કહ્યું કે દેશમાં કોઈએ ડરવાની જરૂર નથી. રાજ્યસભામાં પણ અમિત શાહે એક જવાબ આપતાં કહ્યું કે એનઆરસીમાં કોઈ એવું પ્રાવધાન કરવામાં આવ્યું નથી જેના લીધે બીજા ધર્મના લોકોનો સમાવેશ ના કરવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વિદેશ પ્રવાસ પર ફ્લાઈટની વચ્ચે રોકાવા માટે હોટલ બુક નથી કરતા પણ આ જગ્યા પર રોકાય છે વડાપ્રધાન મોદી

આ પણ વાંચો :  દિલ્હી: સરકારે આપી લીલીઝંડી, આ એક નિર્ણયથી 40 લાખ લોકોને થશે ફાયદો

આ બાજુ એનઆરસીની વાત પર બંગાળમાં રાજનીતિ ગરમાયી છે. અમિત શાહના આ નિવેદન આપ્યું તો મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ રાજ્યમાં એનઆરસીની મંજૂરી નહીં આપે. તેઓ ધર્મના આધારે કોઈ પણ પ્રકારના વિભાજન થઈ શકશે નહીં.

READ  VIDEO: અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડશે તેજસ એક્સપ્રેસ ટ્રેન, જાણો આ ટ્રેનનું ટાઇમ ટેબલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બુધવારના રોજ અમિત શાહે કહ્યું કે અસમમાં જે રીતે લાગુ કરાયું તેવી જ રીતે આખા દેશમાં એનઆરસી લાગુ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવશે. આ બાબતે મમતા બેનર્જીએ કહ્યું કે કેટલાંક લોકો એવા છે કે જેઓ એનઆરસી લાગુ કરવાના નામે રાજ્યમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરી રહ્યાં છે. હું એ સ્પષ્ટ કરી દેવા માગું છું કે અમે બંગાળમાં એનઆરસીને મંજૂરી ક્યારેય નહીં આપીએ.

READ  શું તમે રૂપિયાની બચત નથી કરી શકતા? અપનાવો આ સરળ પદ્ધતિઓ! જુઓ VIDEO

 

Top News Stories From Gujarat: 31/3/2020| TV9News

FB Comments