ગૃહ મંત્રી અમિત શાહ શીખી રહ્યાં છે બંગાળી ભાષા! આ છે તેની પાછળનું મોટું કારણ

-amit-shah-learning-bangla-to-prepare-for-bengal-polls

ભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતથી છે અને તેઓ હાલ બંગાળી ભાષા શીખી રહ્યાં છે. તમને પણ પ્રશ્ન થયો હશે કે હિંદી સારી રીતે તેઓ બોલી શકે છે અને સંસદમાં છટાદાર ભાષણ પણ તેઓ આપી શકે છે તો તેમને બંગાળી ભાષા કેમ શીખવાની ફરજ પડી? સમાચાર એજન્સી આઈએએનએસના ઈનપુટથી જાણકારી મળી છે કે તેઓ પ્રશ્ચિમ બંગાળની ચૂંટણીમાં બંગાળી ભાષા બોલવા માગે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દેશમાં NPRથી ડરવાની જરૂર નથી, કોઈ જ કાગળ નહીં માગવામાં આવે: અમિત શાહ

આ પણ વાંચો :   તણાવની સ્થિતિ વચ્ચે ભારત પાકિસ્તાને પરમાણુ મથકોની સૂચી એકબીજાને સોંપી, જાણો કારણ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મમતા બેનર્જી મોટેભાગે બંગાળી ભાષામાં જ વાત કરે છે. રાજનીતિમાં સ્થાનિક ભાષા પ્લસ પોઈન્ટ માનવામાં આવતો હોય છે. સ્થાનિક લોકો સ્થાનિક ભાષાને સારી રીતે સમજી શકે છે અને તેનો પ્રભાવ પણ પડતો હોય છે. આમ મમતાના ગઢમાં ગાબડું પાડવા માટે અમિત શાહે બંગાળી ભાષા શિખવાનું બીડું ઝડપ્યું હોય તેવા મીડિયા રિપોર્ટસ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ રાજ્યો ગુમાવી રહી છે ત્યારે અમિત શાહ હવે કમાન પોતાના હાથમાં રાખવા માગે છે અને પશ્ચિમ બંગાળમાં તેઓ લડી લેવાના મૂડમાં છે.

READ  મોદી સરકાર-2ના પ્રથમ બજેટમાં ઘર ખરીદવું સસ્તું થયું કે મોંઘુ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે ભારતના દક્ષિણ રાજ્યોમાં વિવિધ સ્થાનિક પાર્ટીઓની બોલબાલા છે જ્યારે નેતાઓ ભાષણ કરવા માટે જાય છે ત્યારે દુભાષિયાની જરુર રહેતી હોય છે. અમિત શાહને રાજકીય રણનીતિમાં પાવરધા માનવામાં આવે છે ત્યારે મમતા બેનર્જીને પડકાર ફેંકવા માટે બંગાળી ભાષા શીખી રહ્યાં હોય તેવી ખબર મળી રહી છે.

READ  ગુટખા અને મસાલો ખાધા બાદ જાહેર જગ્યાને થૂંકદાન બનાવનારાઓ સાવધાન.....કારણ કે તમે અમદાવાદ કોર્પોરેશનની નજરમાં છો, ઘર આવશે મેમો

 

Oops, something went wrong.
FB Comments