દેશમાં NPRથી ડરવાની જરૂર નથી, કોઈ જ કાગળ નહીં માગવામાં આવે: અમિત શાહ

amit-shah-says-no-one-needs-to-fear-from-npr

રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહે એનપીઆર એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રર વિશે માહિતી આપી હતી. તેઓએ જાણકારી આપતાં કહ્યું કે લોકોના મનમાં એ વાતનો ડર છે કે તેમની પાસેથી કાગળ માગવામાં આવશે. તેઓએ સ્પષ્ટ કરી દીધું કે એનપીઆરથી ડરવાની કોઈ જ જરૂર નથી. આમાં કોઈ જ “ડી” નહીં હોય. અહીંયા અમિત શાહે ડી એટલે કે ડાઉટફૂલ કહ્યું જેનું ગુજરાતી ‘શંકાસ્પદ’ થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમુલે હલ્દી દુધ બાદ હવે તુલસી અને આદુ ફ્લેવર વાળુ દુધ લોન્ચ કર્યું, 6 મહિનાની સેલ્ફ લાઈફ ધરાવતી પ્રોડક્ટ રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઉપયોગી સાબિત થશેનો કરાયો દાવો

home minister amit shah in lok sabha answer on delhi violence congress oppose delhi ma hinsa karva mate UP thi 300 loko aavya hata HM Amit Shah

આ પણ વાંચો :   ખાલી મેદાનમાં ક્રિકેટ મેચ! સચિન બેટિંગ કરવા તો ઉતરશે પણ દર્શકો નહીં હોય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમિત શાહ દિલ્હી હિંસા પર જવાબ આપી રહ્યાં હતા. ત્યારે તેઓએ કહ્યું કે સીએએ આવ્યા બાદ હેટ સ્પીચ શરુ થઈ. દેશભરના મુસ્લિમભાઈઓની મનમાં એવું ભરવામાં આવ્યું કે સીએએ તેમની નાગરિકતા લેનારો કાયદો છે. હું દેશભરમાં મુસ્લિમભાઈઓને કહેવા માગું છું કે સીએએ નાગરિકતા છીનવી લેનારો કાયદો નથી. તેમાં કોઈ એવું જ પ્રાવધાન નથી. તમામ પક્ષોએ કહેવું પડશે કે સીએએથી કોઈની જ નાગરિકતા નહીં જાય.

READ  દેશના આ એરપોર્ટ પર ચેક-ઈન માટે નહી આપવુ પડે ઓળખ પત્ર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમિત શાહે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ કપિલ સિબ્બલની પાસે જવાબ માગ્યો હતો. તો કપિલ સિબ્બલે કહ્યું કે કોઈ એવું નથી કહીં રહ્યું કે સીએએથી નાગરિકતા છીનવાઈ જશે. જ્યારે એનપીઆર આવશે ત્યારે 10 સવાલ પૂછવામાં આવશે અને પછી ડી એટલે કે ડાઉટફૂલ લગાવી દેવાશે. આ ફક્ત મુસ્લિમો જ નહીં પણ ગરીબ લોકોની પણ નાગરિકતા છીનવી લેશે. આ મુદે ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ કરી દીધું કે કોઈની નાગરિકતા નહીં જાય અને કોઈ જ ડી લગાવવામાં નહીં આવે.

READ  બિલ્ડર અપહરણ કેસમાં ઉધોગપતિ મહેશ સવાણીના 4 કર્મચારીની ધરપકડ, જુઓ VIDEO

 

 

Oops, something went wrong.
FB Comments