‘મંત્રી હોય તો અમિત શાહ જેવા બાકી ન હોય’ એક અઠવાડિયામાં જ બદલી દીધી ગૃહ મંત્રાલયમાં કામ કરવાની રીત, દિવસ-રાત Bullet Trainની ઝડપથી કરે છે કામ

દિલ્હીમાં નોર્થ બ્લોક સ્થિત ગૃહ મંત્રાલયમાં કામ કરવાના કલાકો વધી ગયા છે. કારણ કે ગૃહ મંત્રીની વધારે કામ કરવાની પ્રવૃતિ છે. અમિત શાહ સોમવાર, મંગળવાર અને બુધવાર સવારે 10 વાગ્યા પહેલા જ તેમના કાર્યાલાયમાં પહોંચી ગયા હતા. ગુરૂવારે પણ તે સવારે 9.40 વાગ્યે પહોંચી ગયા અને મોડી રાત સુધી કાર્યાલયમાં કામ કરતા હતા.

અમિત શાહ એવા પ્રથમ ગૃહમંત્રી છે, જે તેમનો આખો દિવસ ઓફિસમાં પસાર કરે છે અને રાત્રે 8 વાગ્યા પછી ઓફિસથી નિકળે છે. તેનું પરિણામ એ છે કે માત્ર અધિકારી જ નહી પણ 2 ગૃહ રાજ્યમંત્રી પણ લાંબા સમય સુધી કામ કરે છે.

 

READ  VIDEO: મુંબઈ: હરિશચંદ્રગઢ પર 16 ટ્રેકર્સ ફસાયા, NDRFની ટીમ બચાવ માટે પહોંચી

પૂર્વ ગૃહમંત્રી રાજનાથ સિંહની જેમ અમિત શાહ બપોરે જમવા માટે ઘરે પણ જતા નથી. તેમના માટે બપોરનું જમવાનું 12.45 વાગ્યા સુધી આવી જાય છે. ઈદના દિવસે પણ અમિત શાહ કામ કરતા હતા. તેમને જોઈને તેમના 2 ડેપ્યુટી અને ઘણા સિનીયર ઓફિસરો કેવી રીતે રજાનો દિવસ ઉજવતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેમના એક જૂનિયર મંત્રીએ કહ્યું કે જો વરિષ્ઠ મંત્રી ઓફિસમાં હોય તો અમારે આસપાસ હાજર રહેવુ પડે છે અને આ તો શરૂઆત છે કારણ કે અમિત શાહ મોડી રાત સુધી કામ કરે છે અને આ તેમની રોજની પ્રક્રિયા છે. ઘણાં ભાજપના નેતા કહે છે કે તે સુવા જતા પહેલા તેમના બેડની પાસે પેન અને કાગળ રાખે છે. ખબર નહી ક્યારે અમિત શાહનો ફોન આવી જાય. આ અમિત શાહની આદત છે કે મોડી રાત્રે ફોન કરી અને કામ આપવાની સાથે તેની ડેડલાઈન પણ નક્કી કરી દે છે.

READ  એક CLICKમાં જાણો વાયુસેનાએ કઈ રીતે કરી ઍર સર્જિકલ સ્ટ્રાઇક ? પાકિસ્તાની આર્મી સીઝફાયર ભંગ કરી ભારતીય આર્મીને એંગેજ રાખી રહી હતી, તેને ઍરફોર્સના હુમલાનો સપનામાંય ખ્યાલ નહોતો !

આ પણ વાંચો: ભારત સાથે વાતચીત કરવા માટે પાકિસ્તાન આતુર, ઈમરાન ખાને ફરી વડાપ્રધાન મોદીને લખી ચિઠ્ઠી

એક રાજ્યમંત્રીએ કહ્યું કે અમારા મંત્રીઓ તો 80 સમિતીઓનું સંચાલન કરતા રહ્યાં છે. હવે તો માત્ર 8 સમિતી છે. હવે અધિકારી દેશના 30 ગૃહમંત્રી સાથે તાલમેલ રાખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પૂર્વ ગૃહમંત્રી રાજનાથ સિંહ રાયસીના હિલની તેમની ઓફિસમાં અડધો દિવસ કામ કર્યા પછી બાકીનું કામ ઘર પરથી જ કરતા હતા. ઘણી મહત્વપૂર્ણ બેઠકો, રાજનીતિક બેઠકો પણ તેમના ઘર પર જ થતી હતી.

READ  અમદાવાદની DPS અને નિત્યાનંદ આશ્રમ વચ્ચેના વિવાદ અને વહીવટી આંટીઘૂંટીમાં વિદ્યાર્થીઓનો ભોગ!

નવા ગૃહમંત્રીની લગભગ બધી જ બેઠકો નોર્થ બ્લોકમાં જ થાય છે. અમિત શાહના નેતૃત્વમાં ગૃહ મંત્રાલય મોટુ પાવર સેન્ટર બનશે. તે 8 કેબિનેટ કમિટીમાં છે. જ્યારે વડાપ્રધાન મોદીનું અને રાજનાથ સિંહનું નામ 6 કમિટીમાં છે.

 

Lockdown reduces air pollution in Ahmedabad, AQI drops below 50 in many areas

FB Comments