અભિનેતા અમિતાભ બચ્ચન મજૂરોને ફ્લાઈટથી પહોંંચાડશે વતન, 6 ફ્લાઈટનું કરાવ્યું બુકિંગ

amitabh-bachchan-booked-6-chartered-planes-for-send-migrant-laborers-home-by-flight

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં છે. જો કે અમુક મજૂર કોરોના વાઈરસના લીધે મહારાષ્ટ્રમાં ફસાયા છે. આ મજૂરોને મદદ કરવા માટે આગળ હવે અમિતાભ બચ્ચન આવ્યા છે. બોલીવુડ સતત ફસાયેલા લોકોને મદદ કરી રહ્યું છે. સોનૂ સૂદ પછી અભિનેતા અમિતાભ બચ્ચન પણ મજૂરોને સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ઘરે મોકલશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદ/ લાંભા વોર્ડમાં વરસાદના લીધે રોડ બેસી ગયો, કાર સહિતના વાહનો ફસાયા

 

આ પણ વાંચો :  દેશમાં પ્રથમ વખત સૌથી વધુ 5991 દર્દી થયા સ્વસ્થ, 24 કલાકમાં નવા 9985 કેસ નોંધાયા

રેલવે વિભાગ પ્રવાસી મજૂરોને ઘરે મોકલવા માટે પ્રયત્ન કરી રહી છે. જો કે ટેકનીકલ ખામીના લીધે અમુક ટ્રેન કેન્સલ પણ થઈ રહી છે. આથી એબી કોર્પોરેશન 6 ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી છે. આ પ્લેન મારફતે મજૂરોને અમિતાભ બચ્ચન ઘરે પહોંચાડશે. એક ફ્લાઈટમાં 180 લોકોને બેસાડવામાં આવશે. 4 ફ્લાઈટ 10 જૂનના દિવસે અને 2 ફ્લાઈટ 11 જૂનના દિવસે રવાના થશે. આ ફ્લાઈટ ગોરખપુર, અલ્હાબાદ અને વારાણસી જશે.

READ  VIDEO:ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસે વધારી સતર્કતા, રેડ ઝોનમાંથી આવતા તમામ વાહનચાલકોને પરત મોકલાયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પહેલાં પણ અમિતાભ બચ્ચને બસથી મજૂરોને ઘરે પહોંચાડવા માટે મદદ કરી છે. એબી કોર્પોરેશને માહિમ દરગાહ ટ્ર્સ્ટ અને હાજી અલી દરગાહ ટ્ર્સ્ટ સાથે મળીને 10 બસ હાજી અલીથી રવાના કરી હતી. જેમાં મજૂરોને લખનઉ, અલ્હાબાદ, ગોરખપુર અને ભદોહી પહોંચાડવામાં આવ્યા હતા. 10 બસમાં 250 જેટલા મજૂરોને વતન મોકલવામાં આવ્યા હતા. બસમાં મજૂરો માટે જમવાની સુવિધા સાથે મેડિકલ કીટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

READ  કોરોનાને લઈ WHOની ચોંકાવનારી ચેતવણી, કેસોમાં મોટો ઉછાળો આવશે

FB Comments