અમિતાભ બચ્ચન પોતાની કરોડોની સંપત્તિનું શું કરશે? જાણો શું કહ્યું બીગ-બીએ..

બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ફિલ્મોમાં અભિનય ઉપરાંત તેની સાદગી માટે પણ ચર્ચામાં છે. અમિતાભ પાસે કરોડોની સંપત્તિ છે. કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચને જાહેર કર્યું છે કે તેઓ તેમની સંપત્તિનું શું કરશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સમાજસેવિકા સિંધુતાઇ શુક્રવારે તેમની પુત્રી મમતા સાથે કેબીસીમાં હાજરી આપી હતી. શોમાં અમિતાભ સિંધુતાઈને પૂછે છે કે શું તમારા આશ્રમમાં પુત્રીઓ કે પુત્રો વધારે છે. આ સવાલ પર સિંધુતાઈએ કહ્યું કે દીકરીઓ વધારે છે. આ પછી અમિતાભ સિંધુતાઈને એક નાની છોકરી વિશે પુછે છે, જેને કેટલાક લોકોએ સિંધુતાઇના આશ્રમમાં છોડી દીધી હતી. તે એટલી માંદી હતી કે તેને 10 દિવસ સુધી આઈસીયુમાં રાખવી પડી હતી પરંતુ તે બચી ગઈ હતી. આ કિસ્સો સાંભળીને અમિતાભ ભાવુક થઈ જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ કમાણી 250 રુપિયા હતી, જાણો તેમની જિંદગીના સંઘર્ષ વિશે

અમિતાભ કહે છે કે ઘણી વખત મે કહ્યું છે અને આજે ફરી કહુ છું કે જ્યારે હું મરી જઈશું ત્યારે મારી પાસે જે પણ સંપત્તિ છે તે મારા બે સંતાન છે એક દીકરો અને એક દીકરી બંનેને અડધું-અડધું આપીશ. બંને સંતાનોને સરખું જ મળશે. અમિતાભ બચ્ચન તેમના બંને સંતાનોની ખૂબ નજીક છે. તે ઘણી વાર શ્વેતા અને અભિષેક સાથે સોશિયલ મીડિયા પર તેની ખાસ પળોના ફોટો શેર કરે છે.

READ  મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર, વિનાશક પૂરમાં 30થી વધુ લોકોના મોત

આ પણ વાંચો: દેશની મહત્વની 6 યોજનાઓની વાત કરવામાં આવશે ત્યારે અરુણ જેટલીને યાદ કરાશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments