Bollywoodના મહાનાયક અમિતાભ બચ્ચનને મળશે ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડ

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને આ માહિતી શેર કરી હતી. પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરતા લખ્યું કે “ભારતના મહાન અભિનેતા અમિતાભ બચ્ચન કે જેઓ બે પેઢીઓથી ભારતીય લોકોને સતત મનોરંજન કરાવી રહ્યા છે, તેમની ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડ માટે પસંદગી કરાવામાં આવી છે.

READ  VIDEO: અમદાવાદની સ્કૂલમાં છત પડવાની ઘટનામાં ટ્રસ્ટી અને આચાર્ય સામે ફરિયાદ, છત પડવાથી 5 વિદ્યાર્થી થયા હતા ઘાયલ

આ પણ વાંચો: પાકિસ્તાનમાં તબાહી: રસ્તાઓ ફાટ્યા, ઈમારતો ડગમગી, 6.1ની તીવ્રતાના ભૂકંપથી 15 લોકોના મોત અને 150થી વધુ ઘાયલ

ભારત સહિત સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય આ બાબતથી ખુશ છે. શ્રીમાન અમિતાભ બચ્ચનને મારા હૃદયપૂર્વક અભિનંદન.” ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચને ફિલ્મ ‘સાત હિન્દોસ્તાની’ સાથે બોલિવૂડમાં શરૂઆત કરી હતી. અનેક નિષ્ફળ ફિલ્મો પછી ‘ઝંઝીર’ ફિલ્મમાં તેમના એન્ગ્રી યંગમેનની ભૂમિકાએ તેમને સફળતા અપાવી હતી અને તેઓ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર બની ગયા હતા. ધર્મેન્દ્ર સાથેની તેમની ફિલ્મ ‘શોલે’એ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને આજે પણ આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી સફળ ફિલ્મ કહેવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો અમિતાભ બચ્ચન પાસે કેટલી સંપત્તિ છે અને આવનારી કઈ-કઈ ફિલ્મમાં તેઓ જોવા મળશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments