ઈંગોરિયાની એવી લડાઈ કે, જોઈને રુવાડા ઉભા થઈ જાય! જુઓ VIDEO

કેટલાક સ્થળો એવા હોય છે જ્યાં દિવાળીનો તહેવાર વિશેષ રીતે મનાવાતો હોય છે, આવું જ એક સ્થળ છે અમરેલીનું સાવરકુંડલા. અહીં જામે છે ઈંગોરિયાની એવી લડાઈ કે, બસ જોઈને રુવાડા ઉભા થઈ જાય. પહેલી નજરે તો એમ લાગે કે કોઈ યુદ્ધ ચાલી રહ્યું હશે. પરંતુ આ કોઈ યુદ્ધ નહીં પણ સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક ભાગ છે. આ રમત સાવરકુંડલાના નાવલી ચોક, રાઉન્ડ વિસ્તાર અને દેવલાગેઇટ વિસ્તારમાં રમાય છે. સાવરકુંડલા દુનિયામાં એક માત્ર એવું સ્થળ છે જ્યાં શિવાકાશીના ફટાકડાના બદલે જાતે બનાવાયેલા ફટાકડા યુવાનો એકબીજા પર ફેંકે છે. લોકો સળગતા આગના ગોળા હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનું ફુલ પકડ્યું હોય. ત્યારબાદ તેઓ ઈંગોરિયા ફટાકડા એકબીજા પર ફેંકીને ઉજવણી કરે છે. આ પરંપરા 100 વર્ષથી ચાલતી આવે છે.

READ  31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા કોલોનીની મુલાકાતે આવશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પ્રકાશના પર્વની અનોખી ઉજવણી! મંદિરમાં 25 હજાર દિવળાઓ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ઉડ્ડાનો પર 31 ઓગસ્ટ સુધી રોક, DGCAએ કરી જાહેરાત

 

FB Comments