અમરેલી: નગરપાલિકાના એક કાર્યક્રમમાં પરેશ ધાનાણી અને નારણ કાછડીયા એક મંચ પર રહ્યાં હાજર

હાલમાં જ ગયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પરેશ ધાનાણી અને ભાજપના નારણ કાછડિયા એકબીજાના કટ્ટર હરિફ હતા. ચૂંટણી જંગમાં એકબીજાને હરાવવા મેદાને પડેલા આ નેતાઓ અમરેલીમાં લોકાર્પણના એક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા. કાર્યક્રમ હતો નગરપાલિકામાં નવા જીમ્નેશિયમ અને ટેનિસ કોર્ટના ઉદ્ધાટનનો.

આ પણ વાંચો: ‘તારક મહેતા’ ફેમ નેહા મહેતાએ અંધજન મંડળમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી, જુઓ VIDEO

આ ઉદ્ધાટન પ્રસંગમાં બંને મહારથીઓને એક જ મંચ પર અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યુ હતુ. અને તેમણે દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલા જીમ અને 60 લાખના ખર્ચે તૈયાર થયેલા ટેનિસકોર્ટનું ઉદ્ધાટન કર્યુ હતુ. લાંબા સમય બાદ બંને નેતાઓ એક જ મંચ પર હાજર હોવાના પ્રસંગ પર ધાનાણીએ જણાવ્યુ કે રાષ્ટ્ર કે રાજ્યના વિકાસની વાત પર પક્ષોએ રાજકીય આટાપાટાથી ઉપર ઉઠવું જોઈએ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સુરતમાં કચરાપેટી કૌભાંડ વિવાદ વધુ વકર્યો, કોંગ્રેસના નેતાઓએ કચરાપેટીને ભાજપ ભંડોળ પેટી ગણાવી લગાવ્યા પોસ્ટર

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments