તૂટેલાં રસ્તાઓ, ખાડાઓ અને ગટરની સમસ્યાને લઈને અમરેલી રહ્યું આજે સજ્જડ બંધ!

અમરેલી શહેર આજે પોતાની જ સમસ્યાઓને લઈને જડબેસલાક બંધ રહ્યું હતું. શહેરમાં તૂટેલાં રસ્તાઓ, ખાડાઓ જેવી સમસ્યાઓને લઈને લોકોએ બંધ પાળ્યો હતો.

અમરેલી શહેરની દુર્દશાથી ત્રસ્ત અમરેલીના શહેરીજનો, ડોકટરો અને વેપારીઓ દ્વારા અમરેલી બંધનુ એલાન આપવામાં આવ્યુ હતુ. જેનો શહેરીજનોએ જબ્બર પ્રતિસાદ આપ્યો અને ગામ સંપુર્ણ બંધ રહ્યું. આજે અમરેલી શહેર બચાવ અભિયાન નાગરીક સમિતી દ્વારા શહેરના માર્ગો પર રેલી કાઢી અમરેલીના તુટેલા રસ્તાઓ, ખાડાઓ અને અરાજકતા દુર કરવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

 

READ  શેરબજારમાં સતત બીજા દિવસે પણ તબાહી, લોઅર સર્કિટ વાગતા શેરબજાર થયું બંધ

 

અમરેલી શહેરમાં ભુગર્ભ ગટર યોજનાના કામ અંતર્ગત લગભગ એક વર્ષથી અમરેલીમાં આડેધડ કામ કાજ ચાલી રરહ્યું છે. ઠેર ઠેર ખોદકામ અને કોઈપણ નિતીનિયમ અને આયોજન વગર કરવામાં આવતા ખોદકામથી પ્રજા હેરાન થઈ ગઈ છે. વધુમાં શહેરના લોકોનુ આરોગ્ય પણ જોખમમાં આવી રહ્યું છે. સતત ઉડતી ધુળના કારણે લોકોને અનેક બિમારીઓનો સામનો કરવો પડે છે. અમરેલી શહેર બચાવ આંદોલનના મુખ્ય સંયોજક ડો. ભરત કાનાબારે આ રેલીનુ આયોજન કરેલુ અને તેમના નેજા હેઠળ એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી.

READ  જુઓ VIDEO: સિંહને કનડગત કરતો વીડિયો થયો વાયરલ

 

આ આંદોલનમાં તમામ નાના મોટા વેપારીઓ, રાજકીય નેતાઓ પણ જોડાયા હતા. ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ એક નાગરીક તરીકે આ રેલીમાં જોડાયા હતા. જો કે અમરેલીના અધિક કલેક્ટર બી.એમ. પાંડોરએ જવાબ આપ્યો કે  બાબતેની રજુઆત ઉચ્ચ કક્ષાએ પહોંચાડી દેવામાં આવશે. આ આંદોલનની વિશેષતા એ રહી કે આમાં રાજકીય નેતાઓ કરતા ડોકટરો અને સામાન્ય વેપારીઓ આંદોલનમાં અગ્રસેર રહ્યાં. મોટાભાગના તબીબો પોતાના દવાખાના બંધ રાખીને આ રેલીમાં જોડાયાં હતાં.

READ  અમરેલીમાં ખાનગી ટ્રાવેલ્સની બસ કોઝવે પરથી પલટી, અકસ્માતમાં કોઇ જાનહાની નહી, જુઓ VIDEO

[yop_poll id=1222]

Oops, something went wrong.

 

FB Comments