અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા, જુઓ VIDEO

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર રિએન્ટ્રી કરી છે. જિલ્લાના બાબરા, વડીયા કુકાવાવ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને પગલે વાવડીની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. VIDEOમાં જોઈ શકાય છે કે- નદીમાં કેટલું વેગથી પાણી વહી રહ્યું છે. આ દ્રશ્યો જોઈને જ અંદાજ લગાવી શકાય કે અહીં કેટલો જોરદાર વરસાદ વરસ્યો છે.

READ  ભરતીના મુદ્દાને લઈને TAT પાસ ઉમેદવારોનું ગાંધીનગર ખાતે પ્રદર્શન, ખાલી જગ્યા હોવા છતાં ભરતી ન કરવાનો આક્ષેપ

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોને ટૂંકાગાળાના લાભ લેવાની લાલચ મુશ્કેલીમાં મૂકી શકે છે

તો આતરફ લીલીયાની નાવલી નદીમાં પણ પૂર આવ્યું છે. આ નદી શહેરના બજારમાંથી વહી રહી છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે નદીનું પાણી રસ્તા પરથી વહી રહ્યું છે. તો બીજીતરફ બાબરાની સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું છે. ભારે વરસાદને પગલે લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળા છલકાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમરેલીના તોરી ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેતીના પાકને જીવનદાન મળ્યું છે. લાંબા સમયથી જે પાકને વરસાદી પાણી નહોતુ મળ્યું તેના પર મેઘરાજાએ વ્હાલ વરસાવતા પાક લીલોછમ થઈને લહેરાઈ રહ્યો છે.

READ  ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે મહેસાણાના યુવકે કેમ UN સિક્યુરીટી કાઉન્સિલને લખ્યો પત્ર ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મોટી કુકાવાવ ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગામના ફળીયાઓમાં નદીની જેમ પાણી વહી રહ્યું છે. મોટાભાગના ફળીયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ગામમાં કેવું પાણી ભરાઈ ગયું છે.

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ગુજરાતના 9 પાકોના તમામ APMCના ભાવ જાણો

FB Comments