અમરેલી: દીપડાનું લોકેશન ટ્રેક થતાં વન વિભાગની સાથે શાર્પ-શૂટર્સના સ્થળ પર ધામા

Amreli: Man-eater leopard seen roaming within limits Lunghiya village of Bagasara| TV9News

અમરેલીના બગસરમાં દીપડાએ આતંક મચાવી દીધો છે. આ દીપડાને જીવતો પકડવા માટે આદેશ આપવામાં આવ્યો છે અને જો એમ ના થાય તો ઠાર કરવા માટે પણ કલેકટરે મંજૂરી આપી છે. વનવિભાગને આ બાબતે મંજૂરી આપવામાં આવી છે. 200 લોકોની ટીમ સતત દીપડાને શોધી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદની APMCમાં ટામેટાના ભાવ શું રહ્યા? જાણો જુદા-જુદા પાકોના ભાવ

આ પણ વાંચો :   જાણો શું છે QR કોડ અન કેવી રીતે કરે છે તે કામ? જુઓ VIDEO

દીપડાએ 24 કલાકમાં બે લોકો પર હુમલો કર્યો હતો. જેમાંથી એકની હાલત ગંભીર તો એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ દીપડાનું લોકેશન મળી આવ્યું છે ત્યાં 8 જેટલાં શાર્પ શૂટરને મોકલવામાં આવ્યા છે. વનવિભાગની ટીમ પણ સોનારીયા ડેમ પાસે દીપડાને પકડવા માટે પહોંચી ગયી છે.

READ  VIDEO: ગુજરાતની ફાર્મા સેક્ટરની કંપની પર ITના દરોડા, કુલ 18 જેટલી ટીમનું વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન

Amreli: Man-eater leopard seen roaming within limits Lunghiya village of Bagasara| TV9News


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગત રાત્રીએ પણ વનવિભાગને ભારે રાહ જોઈ પણ દીપડો પકડમાં આવ્યો નહોતો. માનવભક્ષી દીપડાને પકડી લેવા માટે મેગા ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. આ સિવાય લુંઘિયાની સીમમાં દીપડો દેખાઈ આવ્યાની ખબર મળતા વન વિભાગે તપાસ આદરી છે. આ દીપડાને લઈને ગ્રામજનોને સાવચેત રહેવા માટે તાકીદ વનવિભાગ દ્વારા કરવામાં આવી છે.

FB Comments