અમરેલીના લાઠીમાં ગાંધીજીની પ્રતિમા ખંડીત થવાના કેસમાં સવજી ધોળકિયાની ત્રણ કલાક પૂછપરછ

Amreli na lathi ma Gandhiji ni pratima ne todva na case ma Savji Dhodakia ni 3 Kalak Puchparach

અમરેલીના લાઠીમાં ગાંધીજીની પ્રતિમા ખંડીત થવાના કેસમાં સવજી ધોળકિયાએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવ્યું. સવજી ધોળકિયાની ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે સવજી ધોળકિયાને 13 જાન્યુઆરી સુધીમાં નિવેદન લખાવવા માટે સમન્સ પાઠવ્યું હતું. હકીકતમાં આ મુર્તિ કોઇએ તોડી નથી પરંતુ ટ્રેક્ટર અથડાવવાથી તૂટ્યાનું ખુલ્યા બાદ પોલીસ આ પ્રકરણમા જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયાની પૂછપરછ કરવા માટે સમન્સ પાઠવ્યું હતું.

READ  અમરેલીના ખાંભા ગામના રહેણાંક વિસ્તારમાં બે સિંહોએ કર્યું મારણ, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ આ VIDEO

આ પણ વાંચોઃ ગેસ ગીઝરના ઉપયોગ દ્વારા ગરમ પાણી કરતા પરિવારો માટે ખાસ સમાચાર, 15 વર્ષની યુવતીનું મોત

આ મૂર્તિ સરકારી જગ્યા પર મૂકવામા આવી હતી. જેને પગલે કોઇ ગુનો બને છે કે કેમ? તેની તપાસ પણ પોલીસે શરૂ કરી હતી. ધોળકિયા ફાઉન્ડેશનના માણસોની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. જેમાં દાદા નામના શબ્દનો ઉલ્લેખ થયો હતો. આથી પોલીસ આ માણસો વિરૂદ્ધ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી. આથી સવજી ધોળકિયાની પૂછપરછ કરવામાં આવી છે.

READ  વરસાદમાં પ્રકૃતિની મજા માણતા સિંહ પરિવારનો આવો VIDEO તમે નહીં જોયો હોય!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments