અમરેલીમાં સિંહબાળનું કુદરતી મોત નથી, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખબર પડી કે પંજાના કોઈ નખ ઉખાડી ગયું

અમરેલી ગીર વિસ્તારના જંગલોમાં ફરી એક વખત સિંહ સુરક્ષિત ન હોવાનું સામે આવ્યું છે. અમરેલી જિલ્લાના આબલિયાળામાં 6 મહિનાના એક સિંહબાળનો મૃતદેહ મળ્યો હતો. આ સિંહબાળના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરતા રિપોર્ટમાં સામે આવ્યું છે કે સિંહ ના નખ ન હતા. વન વિભાગના અધિકારીઓના કહેવા મૂજબ સિંહનું મોત કુદરતી હતુ. પરંતુ તેના નખ ગાયબ હતા.

READ 

 

આ પણ વાંચો: રાજયભરમાં ઉનાળા દરમિયાન લાખો લીટર પાણીનો વેડફાટ, તંત્રના કારણે વ્યવસ્થા પર પાણી ફેરવાયું

અત્યાર સુધી જાણવા મળ્યું નથી કે સિંહબાળનો કોઇએ શિકાર કર્યો હતો કે પછી તેનુ કુદરતી મોત થયુ હતુ અને જો કુદરતી મોત થયું હોય તો તેના નખ કેમ ગાયબ  છે?

 

READ  મુંબઈના CST રેલવે સ્ટેશન પાસેનો ફૂટઓવર બ્રિજ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની સંભાવના

ગયા વર્ષે દલખાણીયા રેન્જમાં એક વાયરસે હાહાકાર મચાવ્યો હતો, જેના કારણે 23 સિંહોના મોત થઇ ગયા હતા. આ ઘટના બાદ અમેરિકાથી વેક્સિન મંગાવીને અન્ય સિંહોને આપતા મોતનો સિલસિલો બંધ થઇ ગયો હતો. ગીરમાં જંગલમાં રહેતા સિંહોની પજવણીના અનેક વીડિયો પણ સમયાંતરે સામે આવ્યાં છે, ત્યારે અહી સવાલ એ છે કે જંગલ ખાતા માટે કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં આખરે સિંહોની સુરક્ષા કેમ નથી કરવામાં આવી રહી?

READ  બિલ્ડર અપહરણ કેસમાં ઉધોગપતિ મહેશ સવાણીના 4 કર્મચારીની ધરપકડ, જુઓ VIDEO

Latest News Stories From Gujarat : 25-01-2020 | Tv9GujaratiNews

FB Comments