2700 કરોડનું હેરોઈન મીઠાની ગૂણમાં પાકિસ્તાનથી મોકલાયું, સરહદ પર અધિકારીઓએ ઝડપી લીધું

પંજાબ ડ્ર્ગ્સને લઈને જાણીતું થઈ ગયું છે અને તેના પર ફિલ્મો પણ બનવા લાગી છે. પાકિસ્તાન અને ભારત-પાકની બોર્ડર પંજાબમાં જે અટ્ટારીના નામે ઓળખાય છે ત્યાંથી 2700 કરોડનું હેરોઈન ઝડપાયું છે. ભારતના ઈતિહાસમાં આ સૌથી મોટી રેડ છે જેમાં 532 કિલો હેરોઈન સીમા પારથી આવી રહ્યું હતું અને અધિકારીઓ દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઇમરાન ખાનને સમજાઈ પોતાની ઓકાત અને અભિનંદની વાપસી બાદ પહેલી વાર મૌન તોડી 21 કરોડ પાકિસ્તાનીઓ સમક્ષ કરી આવી ચોંકાવનારી કબૂલાત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પાકિસ્તાનમાંથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું હતું પણ તેને ભારતમાં આવ્યા પહેલાં જ બોર્ડર પહેલાં પકડી લેવાયું છે. 532 કિલોગ્રામ હેરોઈન ઝડપાયું છે અને તેના લઈને સીમા પર પણ સુરક્ષા વધારી દેવાઈ છે. હાલમાં અધિકારીઓ વધારે લોકોની જે સંડોવણી થઈ છે તેની પણ તપાસ કરી રહ્યાં છે.

આ પણ વાંચો:  અભિનેત્રી સ્વરા ભાસ્કર અને ગુજરાતના IPS અધિકારી વચ્ચે સોશિયલ મીડિયામાં થઈ બોલાચાલી!

પકડાયેલા હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2700 કરોડ રુપિયા આંકવામાં આવી રહી છે. આ ભારતના ઈતિહાસમાં આ સૌથી મોટી ખેપ મારવામાં આવી રહી હતી અને ભારતના અધિકારીઓ દ્વારા તેને ઝડપી લેવાઈ છે. આમ ભારતના અધિકારીઓ દ્વારા આ ડ્રગ્સ માફિયાને કરાયેલું સૌથી મોટું નુકસાન છે.

READ  PM નરેન્દ્ર મોદી વતનમાં, સુરત એરપોર્ટ પર કરાયું વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ખેપ મારવાની અનોખી રીત હતી. પાકિસ્તાનમાંથી ભારતમાં કોઈને ભનક ન આવે તે માટે આ ખેપને મીઠાની ગૂણમાં છૂપાવીને લાવવાની વ્યવસ્થા કરાઈ હતી પણ અધિકારીઓની નજરમાંથી તેઓ બચી શક્યા નહોતા. આ માટે અધિકારીઓએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને 600 ગૂણમાંથી 15 ગૂણ એવી શોધી કાઢી જેમાંથી હેરોઈન મળી આવ્યું હતું. આ બાબતની જાણકારી અધિકારીઓ દ્વારા રવિવારના રોજ આપવામાં આવી હતી.

READ  ભરૂચમાં ધીમા પવન સાથે વરસાદ શરૂ, શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

 

Latest News Stories From Gujarat : 22-11-2019 | Tv9GujaratiNews

FB Comments