અમૂલનું દૂધ પીનારા લોકો માટે ખાસ સૂચનાઃ દૂધ લેવા જાઓ ત્યારે 2 રૂપિયા વધારે લઈ જવા પડશે, બાકી દૂધની થેલી નહીં મળે

અમૂલ દ્વારા સોમવારના દિવસ એટલે 20 મેથી દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અમૂલે દૂધમાં લીટરે 2 રુપિયા ભાવ વધારો કર્યો છે અને આ નવો ભાવ વધારો મંગળવાર સવારથી અમલમાં આવી જશે. તમે સવારમાં દૂધ ખરીદવા જશો ત્યારે લીટરના 2 રુપિયા વધારે ચૂકવવા પડશે. આ નિર્ણયના કારણે સામાન્ય લોકોને વધારે અસર થશે.

READ  Miracle of girl who finally started drinking water after seven years - Tv9

 

આ પણ વાંચો: ચૂંટણીના એગ્ઝિટ પોલ બાદ સોશિયલ મીડિયામાં ફરતો આ ફોટો વિવેક ઑબેરોયે TWEET કર્યો અને વિવાદમાં ફંસાઈ ગયો

 

અમૂલ ગોલ્ડ, શક્તિ અને ટી સ્પેશ્યલમાં 2 રુપિયાનો વધારો કર્યો છે જેથી હવે ગોલ્ડની 500 ML થેલીના 26ના બદલે 27 રુપિયા આપવા પડશે. અમૂલના મતે નવો ભાવ વધારો બે વર્ષ અને બે મહિના પછી કરાયો છે. ઉનાળામાં દૂધની આવક ઘટતા ભાવ વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવ વધારાની અસર ગૃહિણીઓના બજેટ પર સીધી અસર થશે.

READ  બનાસકાંઠામાં 4 યુવતીઓની સામુહિક આત્મહત્યાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું

 

 

FB Comments