ત્રણ તલાક મુદ્દે પોલીસ ફરિયાદ, પતિએ ઢોર માર મારી કાઢી મૂકી હોવાનો આરોપ, જુઓ VIDEO

સંસદમાંથી ત્રણ તલાક બિલ પસાર થયા બાદ પણ જાણે કાયદાનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે ત્રણ તલાકનો કિસ્સો સામે આવ્યો છે મહેસાણાના છાઠિયારડા ગામમાંથી. જ્યાં આરોપી આર્મીમેન હનીફખાન પઠાણે તેમની પત્નીને ઢોર માર મારીને તલાક..તલાક..તલાક કહી દીધુ. ફરિયાદી મહિલાનો આરોપ છે કે તેમનો પતિ લગ્ન બાદ સતત પૈસાની માગણી કરતો હતો. પતિ સાથે તેમના સાસુ અને સસરા પણ અવાર-નવાર મારઝૂડ કરતા હતા. આરોપી પતિએ પત્નીને ઢોર માર મારીને ત્રણ વખત તલાક કહી દેતા આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ફરિયાદ મહેસાણા તાલુકા પોલીસે ફરિયાદી મહિલાના સસરા સહિત ત્રણની ધરપકડ કરી છે. જો કે આરોપી પતિ હજુ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ આદરી છે.

READ  સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ટીમ સામે MS ધોનીનું કેમ ટકી રહેવું મહત્ત્વનું છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ટ્રાફિકના કડક નિયમોમાં રાજ્ય સરકારે રાહત આપી છે, ત્યારે વડોદરાવાસીઓ નવા નિયમો અંગે શું માને છે, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: મહારાષ્ટ્ર માટે આજનો દિવસ સૌથી મહત્વનો, સત્તા માટે આવશે 'સુપ્રીમ' ફેંસલો

 

FB Comments