એક,બે કે ત્રણ નહીં પણ અધધધ..32 કરોડ રુપિયાનું લંચ, જાણો કોણ પોતાની સાથે બેસીને લંચ કરવા માટે આટલા પૈસા માગે છે!

વૉરેન બફેટની સાથે લંચ કરવા માટે 32 કરોડ રુપિયાની રકમ આપવા માટે એક યુવકે તૈયારી દાખવી છે. જણાવી દઈએ તો વૉરેન બફેટ દૂનિયાના સૌથી ત્રીજા નંબરના અમીર વ્યક્તિ છે અને તેમની સાથે લંચ કરવા માટે કરોડો રુપિયાની લોકો બોલી લગાવે છે.

વૉરેન બફેટની સાથે લંચ કરવા માટેની ઓનલાઈન બોલી વેબસાઈટ ઈવે પર લાગી હતી અને શુક્રવારના રોજ તે સમાપ્ત થઈ હતી. પાંચ દિવસ સુધી ચાલેલી આ હરાજીમાં 2012 અને 2016 પણ રેકોર્ડ તૂટી ગયો છે.

READ  VIDEO: ઘોડો ગટરમાં પડ્યો, જોવા માટે લોકોના ટોળાં ઉમટ્યાં

 

 

હરાજીમાંથી મળેલી આવકગ્લાઈડ ફાઉન્ડેશનને આપવામાં આવશે. આ ફાઉન્ડેશન ખાસ કરીને ગરીબ, બેઘરો અને જે લોકો નશા સાથે સંકળાયેલા હોય તેવા લોકોને મદદ કરે છે. 2000ના વર્ષથી આ બોલી લગાવવામાં આવે છે અને તેમાંથી મળેલી આવકનો ઉપયોગ ગરીબો માટે થાય છે.

આ પણ વાંચો:  અમિતાભ બચ્ચનને અચાનક 24 કલાકમાં જયા સાથે લગ્ન કરવા પડ્યા હતા, જો ન કર્યા હોત તો….., Amitabh-Jaya Marriage Anniversary Special

જે સૌથી વધારે બોલી લગાવે છે તેઓ વૉરને બફેટ સાથે પોતાના સાત મિત્રોને સાથે લઈ જઈને લંચ કરી શકે છે. આ વખતે પાંચ લોકોએ 18 બોલી લગાવી હતી. જેમાંથી સૌથી વધારે બોલી 32 કરોડ રુપિયાની લાગી છે. આ પૈસા પણ ચેરિટી માટે વાપરવામાં આવશે.

READ  જાણો F-21 ફાઈટર વિમાનની ખાસિયતો, જે અમેરિકા ફક્ત ભારતને આપવા ઈચ્છે છે

 

PM Modi addresses crowd in Howdy Modi event in Houston | Tv9GujaratiNews

FB Comments