પાણીપુરીપ્રેમીઓ ખાસ જોવે આ VIDEO! ‘હાઈજેનિક પાણીપુરી’નો આવ્યો વધુ એક વિકલ્પ!

તમને પાણીપુરી ભાવે કે નહીં? શરત લગાવીને કહું કે, મોટાભાગના લોકોનો જવાબ હશે.. હા.. અને કેટલાક કહેશે કે, ભાવે તો ખરી પણ લારી પર સ્વચ્છતા હોતી નથી. હવે આ સમસ્યાનું પણ સમાધાન આવી ગયું છે. પાણીપુરીને છલોછલ ભરેલી મટકીમાંથી ખાવી નહીં પડે. તમે જાતે જ, હાઈજેનિક પાણીપુરીની મજા માણી શકશો.

પાણી પુરી, નામ સાંભળતા જ ખાવાનું મન થાય. પરંતુ કેટલાક પાણીપુરી રસિકો લારીઓ પરની સ્વચ્છતાના અભાવે મન મારી નાખે છે. પણ હવે આવું નહીં કરવું પડે. પાણીપુરીને મશીન પાસે લઈ જશો, એટલે આપમેળે જ પાણી ભરાશે. હાઈજેનિક પાણી લોકોને મળે તે માટે આ મશીન બનાવાયું છે. જેમાંથી 3થી લઈને 6 ફ્લેવરના પાણી ભરી શકાશે. સેન્સરની મદદથી ઓટોમેટિક જ પાણી ભરાશે. પાણીપુરીમાં પાણી ભરવાના આ એક ઓટોમેટિક મશીનની કિંમત રૂ.28 હજારથી શરૂ કરીને રૂ.85 હજાર સુધીની હોય છે.

જુઓ વીડિયો:

 

આ તો વાત થઈ પાણીપુરીની. પાણીપુરી જે તેલમાં તળાય કે પછી કોઈ ફરસાણ. ફાફડા-જલેબી જ લઈ લો. તે તેલમાં એક જ વાનગી કેટલીવાર તળાય છે ખબર છે? અને પછી આ તેલની સ્થિતિ શું થાય? પણ હવે આનું પણ સમાધાન આવી ગયું છે. એક એવું મશીન. જે તળેલા તેલને ફિલ્ટર કરીને ફરીથી શુદ્ધ કરી દેશે.

 

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

પાણીપુરી પણ બનશે હાઈજેનિક
મેલાઘેલા હાથમાં બોળેલી નહીં હોય પાણીપુરી
સ્વચ્છ પાણી, સ્વચ્છ રીતે આરોગો
આવી ગયું છે સેન્સરવાળું મશીન
વારંવાર તળેલું તેલમાં લાગશે કામે
તળેલા તેલને કરશે આ મશીન ફિલ્ટર

તમને ઓટોમેટિક મશીન દ્વારા પાણીપુરી ખાવી પસંદ પડે કે લારી પરથી જ?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad: Science exhibition organized to develop interest of students in Science & other subjects

FB Comments

Hits: 2159

Comments are closed, but trackbacks and pingbacks are open.