IAS બનવું એક આકર્ષક વિકલ્પ તો છે જ પરંતુ સાથે સાથે એક પડકારજનક વિકલ્પ પણ. ઘણાં લોકોને ઉત્સુક્તા હોય છે એ જાણવાની કે આખરે એક IAS અધિકારીને કેટલો પગાર મળે છે!
માનો કે ના માનો, પણ આ વાત સાચી છે! દેશના IAS ઑફિસરનો પગાર દેશના વડાપ્રધાન મોદી કરતા વધારે છે!
Indian Administrative Service (IAS) ભારતના સૌથી વધુ લોકપ્રિય પ્રોફેશન્સમાંનું એક છે. દર વર્ષે લાખો લોકો યુપીએસસી દ્વારા આયોજિત સિવિલ સર્વિસની પરીક્ષા આપે છે. પરંતુ તેમાંથી ગણ્યાગાંઠ્યા લોકો જ પરીક્ષા પાસ કરી શકે છે. પાસ થયેલા લોકોમાંથી પણ ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં ઓફિસર બનનારા લોકોની સંખ્યા તો એનાથી પણ ઓછી હોય છે. ચાલો, આજે તમને એક IAS ઓફિસરના પગાર વિશે જણાવીએ…
IAS ઓફિસરને ઘણો સારો પગાર મળે છે. IAS ઓફિસરનો કુલ પગાર દર મહિને રૂ.56,100થી શરૂ થઈને સર્વોચ્ચ પદ જેવા કે કેબિનેટ સચિવનો પગાર રૂ.2,50,000 સુધી પહોંચતો હોય છે.
વિવિધ ગ્રેડના IAS ઑફિસરના ગ્રેડ પ્રમાણે મળતા પગારની માહિતી આ પ્રમાણે છે:
ગ્રેડ | પૅ સ્કેલ (રૂ.માં) | IAS ઑફિસરનું ગ્રેડ પૅ | સર્વિસમાં જરૂરી વર્ષોની સંખ્યા | પદ |
જૂનિયર કે લૉઅર ટાઈમ સ્કેલ | 15,600થી 39,100 | 5,400 | – | સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેર (SDM), SDO કે સબ કલેક્ટર (2 વર્ષોના પ્રોબેશન બાદ) |
સીનિયર ટાઈમ સ્કેલ | 15,600થી 39,100 | 6,600 | 5 | ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM) કે કલેક્ટર કે કોઈ સરકારી મંત્રાલયના સંયુક્ત સચિવ |
જૂનિયર એડમિનિસ્ટ્રેટિવ | 15,600થી 39,100 | 7,600 | 9 | વિશેષ સચિવ કે સરકારી વિભાગોના પ્રમુખ |
સિલેક્શન ગ્રેડ | 37,400થી 67,000 | 8,700 | 12થી 15 | કોઈ મંત્રીના સચિવ |
સુપર ટાઈમ સ્કેલ | 37,400થી 67,000 | 8,700 | 17થી 20 | સરકારના ઘણાં મહત્ત્વના વિભાગના સચિવ |
એપેક્સ સ્કેલ | 80,000 (ફિક્સ્ડ) | NA | અલગ-અલગ | રાજ્યોના મુખ્ય સચિવ, ભારત સરકારના વિવિધ મંત્રાલયોના પ્રભારી કેન્દ્રિય સચિવ |
કેબિનેટ સેક્રેટરી ગ્રેડ | 90,000 (ફિક્સ્ડ) | NA | અલગ-અલગ | ભારત સરકારના કેબિનેટ સચિવ |
આ પણ વાંચો : જો 2019માં વીકેન્ડ્સ અને જાહેર રજાઓ પર ‘મીની વેકેશન’ પ્લાન કરી રહ્યાં છો તો આ ખબર જરૂરથી વાંચી લેજો
નીચેનું ટેબલ જોઈને તમે સમજી શકશો કે એન્ટ્રી લેવલ પર એક IAS ઑફિસરને દર મહિને કેટલો પગાર મળે છે અને ટોચના પદ પર કેટલો પગાર મળે છે.
લેવલ | બેઝિક પૅ | DA (મોંઘવારી ભથ્થું) | કુલ પગાર |
એન્ટ્રી લેવલ (શરૂઆતનો પગાર) | 21,000 | 26,250 | 47,250 |
મહત્તમ વેતન (કેબિનેટ સચિવ સ્તર) | 90,000 | 1,12,500 | 2,02,500 |

બેઝિક પૅ શરૂઆતરના સ્તર પર દર વર્ષે 3% જેટલો વધે છે. કેબિનેટ સચિવ સ્તર પર આ ફિક્સ હોય છે. એન્ટ્રી લેવલ પર દર વર્ષે મોંઘવારી ભથ્થામાં 10થી 14% જેટલો વધારો થાય છે. ટોચના પદ પર DA એટલે કે મોંઘવારી ભથ્થું વધી શકે છે.
જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
Hits: 6430
Comments are closed, but trackbacks and pingbacks are open.