વડતાલ સ્વામિનારાયણ મંદિર પર બની આંતરરાષ્ટ્રીય કક્ષાની કૉફી ટેબલ બૂક, ભગવાનથી લઈ હરિભક્તોના અવનવા ફોટો!

હિંદુ મંદિર પર સૌ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાની કૉફી ટેબલ બૂક બનાવવામાં આવી છે. વડતાલના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર પર સુનીલ આડેસરા નામના વ્યક્તિએ આંતરરાષ્ટ્રીય કક્ષાની કૉફી ટેબલ બૂક બનાવી છે. જેમાં તેમણે વિવિધ રીતે પાડેલા વડતાલ મંદિર સહિતના 350 ફોટો મૂકવામાં આવ્યા છે.

જુઓ વીડિયો:

આ કૉફી ટેબલ બૂક બનાવવામાં તેમને સ્વામિનારાયણ મંદિર તરફથી પણ સહાય મળી છે. છેલ્લા 20 વર્ષથી તેઓ મંદિરમાં ફોટોગ્રાફી કરે છે. તેમની આ 20 વર્ષની સાધનાના ફળ સ્વરૂપે આ કૉફી ટેબલ બૂક બનાવવામાં આવી છે. 20 વર્ષમાં ઉજવાયેલા તમામ તહેવારો સહિતના ફોટોગ્રાફ્સ પણ આ બૂકમાં મૂકવામાં આવ્યા છે.

મૂળ કચ્છના વતની સુનીલ આડેસરા આણંદના વિદ્યાનગરમાં આવેલી એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. પરંતુ કંઈક અલગ કરી બતાવવાના જુસ્સાએ તેમને ફોટોગ્રાફર બનાવી દીધા છે. વર્ષ 1998થી તેમણે ફોટોગ્રાફીના વ્યવસાયની કારકિર્દી શરૂ કરી હતી. આ 20 વર્ષમાં રોલ કોમેરાથી લઈ ડિજિટલ કેમેરા સુધીની સફરમાં 1 લાખ કરતા પણ વધારે ફોટોઝ પાડ્યા છે.

જુઓ વીડિયો:

વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગૃહમંડપ, સભામંડપ, હરીમંડપ, અક્ષરભુવન, મુખ્ય પ્રવેશદ્વાર, મંદિરના વિવિધ ફોટો સહિત જુદી જુદી મૂર્તિઓ, ભક્તોની પ્રદક્ષિણા, હવેલી, સ્થંભાવલી, ભગવાન સ્વામિનારાયણના વસ્ત્રો, પ્રસાદીની વસ્તુઓ, શિક્ષાપત્રી ભવન, ભાવિક ભક્તોની લાક્ષણિક મુદ્રાઓના ફોટોગ્રાફ પાડ્યા છે જેમાંથી પસંદ કરીને ૨૭૪ પાનાની ૩૫૦ ફોટોસ સમાવતી આંતરરાષ્ટ્રીય કક્ષાની કૉફી ટેબલ બૂક વડતાલ મંદિરે બનાવી છે.

મંદિર પર કૉફી ટેબલ બૂક

હિંદુ મંદિરની સૌ પ્રથમ કૉફી ટેબલ બૂક
૨૭૪ પાનામાં ૩૫૦ ફોટોનો સમાવેશ
ભગવાનના અવનવા વસ્ત્રોથી લઈ હરિભક્તોના વિવિધ લાક્ષણિક મુદ્રામાં ફોટોસનો સંગ્રહ

Did you like this story?

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Surat: Phenomenal Health Care company booked for defrauding people, owners absconding- Tv9

FB Comments

Hits: 248

Comments are closed, but trackbacks and pingbacks are open.