VIDEO: રોકાણ કરતાં પહેલા ચેતી જજો, આણંદના ધર્મજમાં ભેજાબાજ લોકોના રૂપિયા 30 લાખ લઈ ફરાર

Anand: Investors duped with Ponzi schemes in Dharmaj, scamster absconding rokan karta pehla cheti jajo anand na dharmaj ma bhejabaj loko na rupiya 30 lakhs lai farar

આણંદ જિલ્લાના ધર્મજ ગામના રોકાણકારો સાથે મસમોટી છેતરપિંડી થઈ છે. કનક શાહ નામના એક ઈસમે કોટક સિક્યુરિટી નામની ઓફીસ ખોલી, ઊંચા વ્યાજની લાલચ આપી રોકાણકારોને વિશ્વાસમાં લીધા હતા અને ગ્રામજનો પાસેથી રૂપિયા 30 લાખથી વધુનું રોકાણ કરાવ્યું હતું. જો કે છેલ્લા ત્રણ દિવસથી ઊંઝાનો આ ઈસમ પોતાની ઓફિસને તાળું મારી, મોબાઈલ સ્વિચ ઓફ કરી ફરાર થઈ જતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

READ  દિલ્હી વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે જાહેર કર્યા 2 મેનિફેસ્ટો, CAA-NRCને બનાવ્યા મુખ્ય મુદ્દા

 

મહત્વનું છે કે ધર્મજ ગામને NRIના ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ ગામના પરિવારનો એક-એક સભ્ય વિદેશમાં રહે છે અને તેઓ મોટી રકમ પોતાના વતનમાં મોકલાવે છે અને ગ્રામજનો જુદી-જુદી બેંકમાં રોકાણ કરે છે. જેનો લાભ કનક શાહે ઉઠાવ્યો હોય તેવું સ્થાનિકોનું માનવું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  33 નવા કેસ સાથે ગુજરાતમાં કુલ કોરોના પોઝિટિવ કેસ 650 થયા, વાંચો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હાલ આ કૌભાંડમાં ગ્રામજનોએ ફરિયાદ નોંધાવી નથી પણ ઘણા કેસો એવા છે, જેમાં પોલીસ પોતે જ ફરિયાદી બને છે અને તપાસ હાથ ધરે છે. ત્યારે જોવું એ રહ્યું કે, સ્થાનિક પોલીસ આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરે છે કે કેમ?

READ  પરિમલ નથવાણીએ રાજ્યસભાની ત્રીજી ટર્મ માટે ઉમેદવારીપત્ર ભર્યુ, ટ્વીટ કરી આપી માહિતી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments