ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન સમયે બોગસ વોટિંગના કારણે છઠ્ઠા તબક્કામાં આણંદ જિલ્લાના ધર્મજમાં આજે ફરી મતદાન

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો પર મતદાન થયું હતું, પરંતુ આણંદ જિલ્લાના ધર્મજમાં બોગસ વોટિંગ ફરિયાદ થતા છઠ્ઠા તબક્કામાં ફરીથી થયું મતદાન

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો, જાણો દિગ્ગજો નેતાઓએ મતદાન કર્યા પછી શું કહ્યું?

લોકસભાની ચૂંટણી માટે  છઠ્ઠા તબક્કામાં  આણંદના ધર્મજમાં પણ રિ-પોલિંગ થયું છે. ચૂંટણીના ત્રીજા તબક્કામાં 23 એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતની સાથે અહી પણ વોટિંગ થયું હતું, પરંતુ કેટલાક લોકોએ વારંવાર બોગસ મતદાન કર્યાનું સામે આવતા કલેક્ટરે પુન: મતદાન કરાવવાનો નિર્ણય કર્યો હતો. તેથી આજે આણંદ લોકસભાના ધર્મજના બૂથ નંબર-8 પર પુન:મતદાન થયું છે.

લોકસભાની ચુંટણી દરમિયાન ગેરરીતિ થઇ હોવાની ફરિયાદને આધારે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.એસ.મુરલી ક્રિષ્ણાએ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ-58 (2) હેઠળ મતદાન રદ્ કર્યું હતું. પેટલાદ તાલુકાના સોજીત્રા વિધાનસભા મત વિસ્તારના ધર્મજમાં 239-8 નંબરના મતદાન મથક ઉપર બૂથ પર વિડીયોગ્રાફીમાં એક જ વ્યક્તિએ વારંવાર મતદાન કર્યુ હોવાનું ખુલ્યું હતું જેથી મુખ્ય ચૂંટણીપંચને રજૂઆત કરવામાં આવી હતી.

READ  Gujarat : Election Commission has announced the dates for the Gram Panchayat Polls - Tv9
Oops, something went wrong.

આણંદ લોકસભા બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સામે ભાજપે મિતેશ પટેલને મેદાને ઉતાર્યા છે.

FB Comments