આણંદ: પોલીસનો બાળપ્રેમ! સ્લમ વિસ્તારોમાં ચોકલેટ અને વેફરનું વિતરણ કરવામાં આવ્યું

Anand Police no balprem Slam vistaro ma choklet ane vefar nu vitran karvama aavyu

સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોલીસનું નામ સાંભળતા જ ડરતી હોય છે પણ પેટલાદમાં બાળકોને આણંદ પોલીસનો નથી લાગતો ડર! દેશમાં લોકડાઉનના કારણે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી, જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજ ,ભોજનની વ્યવસ્થાઓ કરી આપવાના સમાચારો દરરોજ જોવા મળી રહ્યા છે પણ આ બધા કિસ્સાઓમાં બાળકો તો બિલકુલ વિસરાઈ જ ગયા. નાના નાના બાળકોની જરૂરિયાતો નાની નાની હોય પણ તેના તરફ કોઈનું ધ્યાન નથી ગયું.

Anand Police no balprem Slam vistaro ma choklet ane vefar nu vitran karvama aavyu

ત્યારે પેટલાદમાં સેવાના જુદા જ ચિત્રો જોવા મળી રહ્યા છે, લોકડાઉનમાં ગરીબ લોકોની સ્થિતિ દયનીય બની જવા પામી છે. રોજ કમાઈને ખાનાર લોકોને બે ટંકનું ભોજન, મંદિરો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે. પેટલાદના એક મહિલા દ્વારા લોકડાઉન જાહેર થયું તે દિવસથી જ પેટલાદ અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને હજારો માસ્ક,અનાજની કીટો ,શાકભાજી આજ દિન સુધી પહોંચાડવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટઃ લોકડાઉન હોવા છતા લોકો નીકળી રહ્યા છે બહાર, પોલીસે ભણાવ્યા પાઠ

જો કે આ બધી પ્રવૃત્તિ પોતાના ઘરની બહારથી થતી હોય છે. તેમના દીકરા દ્વારા માતાને એક સવાલ કરવામાં આવ્યો કે બધાને મમ્મી તું આ બધું આપે છે તો નાના બાળકોને ચોકલેટ અને વેફર કોણ આોપતું હશે અને આ વિચારે જ મહિલાને એક નવો વિચાર આવ્યો. પોતે અને પોતાના અમદાવાદના મિત્રોના સહયોગથી 20 હજાર સારી ક્વોલેટીની ચોકલેટ અને વેફર ખરીદવામાં આવી અને લોકડાઉનનો ક્યાંક ભંગ થાય અને માત્ર બાળકોમાં જ આ વસ્તુ વહેંચાય તે માટે પેટલાદ મામલતદાર અને પેટલાદ પોલીસનો સહયોગ લઈ સ્લમ વિસ્તારોમાં ચોકલેટ અને વેફરનું વિતરણ કરવામાં આવ્યું.

READ  દેશમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 10956 કેસ નોંધાયા, 396 લોકોના મોત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મહત્વની વાત એ છે કે પોલીસને જોઈ નાના બાળકોમાં જ નહીં મોટેરાઓ પણ ડરતા હોય છે પણ અહીં તો દ્રશ્યો એવા જોવા મળ્યા, જેમાં સાવ નાનકડા બાળકો એકદમ શિસ્તમાં પોતાના ઘરની બહાર નીકળી પોલીસ અધિકારીના હાથે ચોકલેટ અને વેફર મેળવી અંત્યત ખુશ જોવા મળી રહ્યા હતા.વિજ્ઞાત્રી પટેલે જણાવ્યું કે (વામા સેવા ટ્રસ્ટ,પેટલાદ ) લોક ડાઉનના પ્રથમ દિવસથી જ ઘરેથી પેટલાદ તાલુકામાં અમારી સંસ્થા દ્વારા લોકોને માસ્ક અને શાકભાજી આજ દિન સુધી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

READ  દેશમાં 2 દિવસ સુધી કોરોના રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ નહીં, જાણો કેમ લેવાયો આ નિર્ણય?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઘરે પેકિંગની પ્રવૃત્તિ જોઈ મારા દીકરાએ એક વિચાર મુક્યો કે મોટા લોકો માટે તમે બધું કરો છો. નાના નાના બાળકોનું શું? બસ એ વાતમાંથી પ્રેરણા થઈ અને આ શક્ય બન્યું. 20 હજાર ચોકલેટ અને વેફર નાના નાના બાળકોને વહેંચી રહ્યા છીએ. જેમાં આણંદ પોલીસ અને સરકારી વહીવટી તંત્રનો સહયોગ મળ્યો
છે.

Oops, something went wrong.

 

FB Comments