સ્વચ્છતાનો પાઠ શીખવવામાં આણંદના આ બાળકોએ સૌને કરી દીધા પાછળ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશમાં જુદા જુદા સ્થળો પર સરકારી અને ખાનગી સંસ્થાઓ ધ્વારા જન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે આણંદ પાસે આવેલ દહેમી ગામની એક સ્કુલ પરિસરમાં નાના બાળકોમાં સ્વચ્છતા અંગે સમજ આવે અને સ્વચ્છતાનું મહત્વ બાળકો સમજે તે માટે નખ કાપવાનો અને હાથમાં મહેદી મુકવાનો રેકોર્ડ કરવામાં આવ્યો જેમાં આણંદ જીલ્લાની ૨૦ સ્કુલના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો

આ પણ વાંચો : પ.બંગાળમાં રાજકીય ઘમાસાણ : મમતા VS મોદી પછી હવે CBI vs પોલીસ, CBI ઓફિસરોની જ કરવામાં આવી અટકાયત

પહેલું સુખ તે જાતે નર્યા કહેવત લગભગ તમામે સાંભળેલી હોય છે પણ કેટલાક કિસ્સાઓમાં તેનું પાલન કરવામાં લોકો નિષ્ફળ જતા હોય છે સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓને માથે ભણતર નો એટલો બોજ છે કે અને માં બાપને સ્કુલેથી ઘરે પરત આવતા છોકરાને કોચિંગ ક્લાસમાં મોકલવાની એટલે ઉતાવળ હોય છે કે પોતાના પાલ્યનું યોગ્ય ધ્યાન પણ આપી શકવામાં નિષ્ફળ જાય છે ,કેટલાક બાળકોના નખ મેલથી ભરેલા હોય છે તો કેટલાક બાળકો આ નખને દાંત થી કાપી નાખે છે, તેનાથી બાળકોના સ્વાસ્થ્ય પર આડ અસરો પડતી હોય છે

READ  ગુજરાત : લોકરક્ષકદળ પેપર લીક પ્રકરણમાં વધુ 3 આરોપીની ધરપકડ

ત્યારે દહેમી ખાતે આવેલ એક ખાનગી સ્કુલ પરિસરમાં આણંદ જીલ્લાના ૨૦ સ્કુલોના વિદ્યાથીઓ અને તેમના વાલીઓ એકત્ર થયા હતા અને વાલીઓ ધ્વરા પોતાના બાળકોના નખ કાપવામાં આવ્યા હતા ,ઉપરાંત બાળકો બચપણથી સ્વચ્છતાના પાઠશીખે તે માટે વાલીઓ ધ્વરા પોતાના બાળકો ના હાથમાં મહેદી મુકવાનો પણ રેકોર્ડ કરવામાં આવ્યો હતો જેમાં વાલીઓ ધ્વરા પોતાના બાળકોના હાથમાં સ્વચ્છ ભારત ,સુંદર ભારત નું લખાણ કરવામાં આવ્યું હતું

READ  VIDEO: બનાસકાંઠાના ભાકડિયાલ ગામે એક જ પરિવારના 3 લોકોની ઘાતકી હત્યા

ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માટે આજે યોજાયેલ કાર્યક્રમમાં કુલ ૮૦૦ કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ધ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને આ પ્રકારનો નેઈલ કટિંગ અને મહેદી મેકિંગ નો રેકોર્ડ સ્વચ્છતા અભિયાન પર આજદિન સુધી નોંધાયો નથી પણ કડવી વાસ્તવિકતા એ છે કે જો ખાનગી શાળાઓ આટલા સુંદર કાર્યક્રમો સ્વાસ્થ્ય સબંધી જાગૃતિ માટે કરી શકતા તો સરકારી શાળાઓમાં આવા કાર્યક્રમો ક્યારે કરશે તે જોવાનું રહેશે

READ  Traffic brigade dies after being hit by Audi car in Rajkot-Tv9

[yop_poll id=1046]

FB Comments