ભાજપે કરી ડેમેજ કંટ્રોલની રમત, અનંત કુમારની પત્ની તેજસ્વિનીને બનાવી કર્ણાટકની ઉપાધ્યક્ષ

ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરતા સ્વર્ગસ્થ કેન્દ્રીય મંત્રી અનંતકુમારના પત્ની તજસ્વિનીને કર્ણાટક ભાજપના ઉપાધ્યક્ષ તરીકે નિમણુક કરી છે. થોડા દિવસો પહેલા બેંગલોર સાઉથ સીટ પરથી તેજસ્વિની સૂર્યાને ટિકિટ આપવા છતા તેજસ્વિનીના પાર્ટી છોડવાના અનુમાનો લગાવવામાં આવી રહ્યા હતા. એવામાં BJP દ્વારા તેજસ્વિનીને પાર્ટીની કર્ણાટક મથકની ઉપાધ્યક્ષ બનાવવાની જાહેરાતને તુટેલું સાંધવાના રુપમાં જોવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપના સ્વર્ગસ્થ નેતા અનંત કુમારનું ગઢ રહેલી આ સીટ પર તેમની પત્ની તેજસ્વિનીને ઉમ્મેદવાર બનાવવાની ચર્ચાઓ ચીલી રહી હતી. કર્ણાટકના ભાજપ પ્રદેશ પ્રમુખ યેદિયુરપ્પાએ કહ્યું કે, તેમણે બેગલોર સાઉથ સીટ માટે તેજસ્વિનીનું નામ મોકલ્યું હતું, પરંતુ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વે અલગ જ નિર્ણય લીધો છે.

READ  કોરોનાકાળમાં બાંધકામ ઉદ્યોગને રાહત આપવા, અઢીયા કમિટીના સુચનને ફગાવતી ગુજરાત સરકાર

 

 

ભાજપના આ નિર્ણય પછી તેજસ્વિનીના પાર્ટી છોડવા અંગેના અંદાજ લગાવવામાં આવી રહ્યા હતા, પરંતુ તેજસ્વિનીએ આવી ચર્ચાઓને અટકાવતા કહ્યુ હતું કે, અનંત કુમારે કર્ણાટકમાં ભાજપને ઊભુ કર્યું છે અને તે પાર્ટી છોડવા વિશે વિચારી પણ ના શકે. મને બિલકુલ ખબર ન હતી કે, છેલ્લ સમયે મારુ નામ કેમ દૂર કરવામાં આવ્યું. હું એ વાતથી નિરાશ નથી થઈ કે મને ટિકિટ નથી મળી, પરંતુ હું એ વાતથી દુઃખી થઈ છું કે તેના વિશે કોઈએ મને જાણ કરવી પણ જરુરી ના સમજી. આ સીટ પરથી મારૂ જ નામ મોકવામાં આવ્યું હતું અને મે ચૂંટણી પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો હતો. છેલ્લા સમયે તેમનું નામ દૂર કરવાથી તેમને લાચાર થવાનો વારો આવ્યો છે.

READ  લોકસભા ચૂંટણી 2019: છેલ્લા તબક્કાના મતદાનમાં વડાપ્રધાન મોદી સહિત આ દિગ્ગજ નેતાઓનું રાજકીય ભાવિ દાવ પર

Watch more interesting videos on TV9 Gujarati YouTube channel

FB Comments