અનોખો રાષ્ટ્રધ્વજ બનાવવાના સપનાને પુરૂ કરવા માટે વેચી દીધુ ઘર, હવે છે આ ઈચ્છા

રાષ્ટ્રધ્વજ પ્રત્યે દરેક નાગરિકની અંદર સન્માનનો ભાવ હોય છે પણ આંધ્રપ્રદેશના એક વ્યક્તિએ મનમાં રાષ્ટ્રધ્વજ માટે તેની ભાવના એવી હતી કે તેને પોતાનું ઘર વેચી દીધુ. આ વ્યક્તિનું નામ આર. સત્યનારાયણ છે, જે વણાટકામ કરે છે.

સત્યનારાયણ કંઈક અલગ રીતે રાષ્ટ્રધ્વજને તૈયાર કરવા માટે ઈચ્છતા હતા. તે સિલાઈ વગર એક કાપડ પર જ રાષ્ટ્રધ્વજ તૈયાર કરવા ઈચ્છતા હતા. ઘણાં દિવસો દિવસોથી આ કામ કરવા ઈચ્છતા સત્યનારાયણને તેના આ સપનાને પુરા કરવા માટે રૂપિયા 6.5 લાખ રૂપિયાની જરૂર હતી. તે માટે સત્યનારાયણે તેનું ઘર પણ વેચી દીધુ હતું. રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં તેને 4 વર્ષનો સમય લાગ્યો.

 

READ  વર્ષ 2020ની જાહેર રજાઓનું લિસ્ટ આ રહ્યું, જાણો ક્યાં દિવસે ક્યો તહેવાર આવી રહ્યો છે?

8X12ના રાષ્ટ્રધ્વજને તૈયાર કરવો સત્યનારાયણ માટે એક અનોખો અનુભવ હતો. તેમને દાવો કર્યો કે એક જ કાપડ પર તૈયાર થયેલો એક પણ રાષ્ટ્રધ્વજ નથી. બધા જ રાષ્ટ્રધ્વજને કેસરી, સફેદ અને લીલા રંગના કાપડને સીલાઈ કરીને તૈયાર કરવામાં આવે છે. હવે સત્યનારાયણ તેમના સપનાને આગળ લઈ જઈને આ રાષ્ટ્રધ્વજને લાલ કિલ્લા પર ફરકાવવા ઈચ્છે છે.

READ  આ રાજ્યની સરકારે આપી બેરોજગાર યુવાઓને કાર, હવે આપશે દરેક પરિવારને એક સ્માર્ટફોન

આ પણ વાંચો: ચેતી જજો અમદાવાદીઓ! અમદાવાદની હવા બની શકે છે જીવલેણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશાખાપટનમની રેલીમાં સત્યનારાયણે તેમને આ ખાસ રાષ્ટ્રધ્વજ આપ્યો હતો પણ તેની વિશેષતાને જણાવવાની તેમને તક મળી નહતી. સત્યનારાયણે કહ્યું કે આવો રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાની પ્રેરણા તેમને ‘લિટિલ ઈન્ડિયન્સ’ નામની શોર્ટ ફિલ્મથી મળી હતી.

 

Oops, something went wrong.
FB Comments