ચંદ્ર બાબુ નાયડુને ઝટકો, TDPના 4 રાજ્યસભા સાંસદ ભાજપમાં થયા સામેલ

લોકસભાની ચૂંટણીમાં અને વિધાનસભાની ચૂંટણીમાં ટીડીપી પાર્ટીને હાર મળી છે. આ હાર બાદ ફરીથી પાર્ટીને ઝટકો લાગ્યો છે અને તેલુગુ દેશમ પાર્ટીના 4 સાંસદોએ રાજ્યસભામાં ભાજપની સાથે જવાનો ફેંસલો કર્યો છે. આ નિર્ણયના લીધે પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડુને ફટકો લાગ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યસભામાં ભાજપ પાર્ટીને સમર્થન આપનારા સાંસદોની વાત કરીએ તો તેમાં વાયએસ ચૌધરી, સીએમ રમેશ, ટીજી વેંકટેશ અને જીએમ રાવનો પણ સમાવેશ થાય છે. જીએમ રાવ અત્યારે અસ્વસ્થ હોવાથી તે બાદમાં ભાજપમાં વિધિવત રીતે જોડાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્યસભામાં 6 સદસ્યોની એક ટીમ બનાવીને ટીડીપીના ચાર સદસ્યોએ સીધું ભાજપનું સર્મથન કરશે. આ ફેંસલાને લઈને રાજ્યસભાના સભાપતિને પણ જાણ કરવામાં આવી છે. આ સાંસદોનું સમર્થન મળવાથી રાજ્યભામાં ભાજપને મોટો ફાયદો થશે. ભાજપ પાસે હાલમાં 71 સદસ્યો છે અને તેમાં કુલ સંખ્યા સદસ્યોની 245 છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ બાબતે પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે નેતાઓએ ગભરાવાની જરુર નથી. અમે માત્ર ભાજપની સાથે રાજ્યના વિશેષ દરજ્જાની માગણી કરી હતી અને તેના માટે લડાઈ લડી હતી. પાર્ટી માટે આ સંકટ કોઈ નવી વાત નથી અને નેતાઓને આ બાબતે કોઈપણ રીતે ગભરાવાની જરુર નથી. આમ લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી બાદ ચંદ્રબાબુ નાયડુને પોતાનું સીએમ પદ ગુમાવવાનો વારો આવ્યો છે અને તેની જ પાર્ટીના સાંસદોએ પણ સાથ છોડી દીધો છે. ટૂંકમાં આ ચાર સાંસદોથી ભાજપને રાજ્યસભામાં સારું એવું પીઠબળ મળી રહેશે અને તે બિલ પાસ કરાવવામાં વધારે સક્ષમ બનશે.

 

Video of Rain water dripping off the bridge and pouring on Gandhiji Statue goes viral, Ahmedabad

FB Comments

TV9 WebDesk8

Read Previous

હિમાચલ પ્રદેશમાં 300 ફૂટ ઊંડી ખીણમાં યાત્રાળુઓથી ભરેલી બસ પડી, 25ના મોત જ્યારે 35 લોકો ઘાયલ

Read Next

ચેન્નઈમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યાં છે, શહેરને પાણી પુરું પાડતા જળાશયો ખાલીખમ

WhatsApp પર સમાચાર