VIDEO: આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરીમાં રેલવે વિભાગની બેદરકારી, બોગી અને એન્જીન એકબીજાથી અલગ

આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લામાં રેલવે વિભાગની બેદરકારીના કારણે મોટી ટ્રેન દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. તુની સ્ટેશન નજીક ટ્રેનનું એન્જિન ડબ્બાથી અલગ થઈ ગયું. જેથી એન્જિન વિના જ ડબ્બા ટ્રેનના પાટા પર દોડી રહ્યા હતા. વિશાખા એક્સપ્રેસનું એન્જિન મુસાફરો ભરેલા ડબ્બા છોડીને લગભગ 5 કિલોમીટર જેટલું આગળ નીકળી ગયું. જેને પગલે એન્જિન વિના દોડી રહેલા ડબ્બાના મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા.

READ  VIDEO: પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પછી પરિવાર આવ્યા સામસામે

આ પણ વાંચોઃ જો તમે SBI ના ગ્રાહક છો, તો તમને મળશે મોટી ભેટ!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એક સમયે મુસાફરોને એમ થઈ ગયું કે આજે તો ગયા જ સમજો. પરંતુ અચાકન કોઈ મુસાફરે સતર્કતા દાખવતા ટ્રેનની ચેન ખેંચતા ટ્રેન રોકાઈ ગઈ હતી. જે બાદ ટ્રેનના અધિકારીઓને તાત્કાલિત જાણ કરાઈ. અને ટ્રેનના એન્જિનને પાછળ લાવીને ડબ્બા સાથે જોડી દેવામાં આવ્યું. ત્યારબાદ વિશાખા એક્સપ્રેસ ટ્રેન વિશાખાપટ્ટનમથી વિજયવાડા તરફ ચાલી નીકળી. જોકે ઘટનાને પગલે રેલવે વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. રેલવે પ્રશાસન સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments