કાશ્મીરમાં સ્થિતી સ્થિર નથી, ફેરફારની જરૂરિયાત: જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ

જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે કાશ્મીરની સ્થિતીને લઈ ચિંતા વ્યક્ત કરી છે. તેમને કહ્યું કે કાશ્મીરના લોકો જે સ્થિતીમાં જીવી રહી રહ્યા છે, તે ખુબ જ ચિંતાજનક છે. એન્જેલા મર્કેલે કહ્યું કે કાશ્મીરની સ્થિતી સુધારવાની જરૂરિયાત છે. ભારત પ્રવાસ આવેલા જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે તે કાશ્મીર મુદ્દે વડાપ્રધાન મોદીને વાત કરશે.

આ દરમિયાન એન્જેલા મર્કેલે કહ્યું કે તે કાશ્મીર પર ભારતની સ્થિતીને લઈ વાકેફ છે. જર્મન ચાન્સેલરે કહ્યું કે તે કાશ્મીરમાં શાંતિ પુન:સ્થાપન માટેની યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી સાંભળવા માંગે છે. તેમને કહ્યું કે વર્તમાનમાં કાશ્મીરની સ્થિતી સ્થિર નથી. ત્યાંના સ્થાનિક લોકો મુશ્કેલ પરિસ્થિતીમાં જીવન જીવી રહ્યા છે અને તેમાં સુધારો કરવાની જરૂર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ચોરીના આરોપમાં એક સગીરને ઢોર માર માર્યો, VIDEO સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ઉલ્લેખનીય છે કે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે 3 દિવસના ભારત પ્રવાસ પર આવ્યા છે. વડાપ્રધાન મોદીની મુલાકાત કર્યા પહેલા એન્જેલા મર્કેલે રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલેની હાજરીમાં ભારત અને જર્મનીએ પણ અંતરિક્ષ સુરક્ષા, નાગરિક ઉડ્ડયન, દવા અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં કુલ 20 કરાર પર હસ્તાક્ષર પણ કર્યા.

READ  વડાપ્રધાન મોદીએ અમદાવાદથી દેશના દુશ્મનોને આપી લલકાર, 'ભારત સામે આંખ ઉઠાવીને જોનારને ઘરમાં ઘુસીને મારીશું'


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે વડાપ્રધાન મોદીએ મુલાકાત દરમિયાન જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલને એક ખાસ ભેટ આપી. વડાપ્રધાને ભેટમાં રત્નમ પેન અને એક હેન્ડલૂમ વૂલન ખાદી સ્ટોલ આપ્યુ છે.

READ  Twitter યુઝર્સે PMને લખ્યું- તમારી આ તસ્વીર પર મીમ્સ બનશે, મળ્યો આ જવાબ

5 more tested positive for coronavirus in Vadodara | Tv9GujaratiNews

FB Comments