રોડ કેમ ન બનાવ્યો કહીને લોકોએ મેયરને ગાડી પાછળ બાંધીને ઢસડ્યા, જુઓ VIDEO

મેકિસકોમાં લોકોનો ગુસ્સો મેયર પર ફાટ્યો છે. મેક્સિકોના ચિયાપાસ રાજ્યમાં આવેલાં માર્ગારિટાસના મેયર જ્યોર્જ લૂઈસ એક્સેંડન દ્વારા લોકોને જો ચૂંટણી જીતશે તો રોડ બનાવી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતી. રોડ બની શક્યો નહીં અને મેયરનો કાર્યકાળ પુરો થવા આવ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: ગુમ થયેલાં વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી મળી આવ્યા

મેયરે કરેલાં વાયદા અનુસાર લોકોની સાથે છેતરપિંડી થતાં લોકોએ મેયરના ગ્રામીણ વિસ્તારમાં આવેલી ઓફિસમાં ઘેરાવો કર્યો હતો. આટલું જ નહીં લોકોએ જેવા મેયર ઓફિસની બહાર નીકળ્યા એવા ઘેરી લીધા હતા. મેયરને પકડીને લોકોએ કારની પાછળ બાંધી દીધા હતા.

READ  પ્રેમી પંખીડાઓ ભાગી જતા ગ્રામજનોએ કર્યું કંઈક આવું! જુઓ VIRAL VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ઘટનામાં પોલીસ આવી જાય છે અને પોલીસ મેયરને છોડાવવા માટે સંઘર્ષ કરે છે. પોલીસ અને ગ્રામીણ લોકોની ભીડ વચ્ચે સંઘર્ષ થતાં 20 જેટલાં લોકો ઘાયલ થાય છે. આ ઘટનામાં 30 લોકોની પોલીસે અટકાયત કરી છે. 8 કલાક બાદ મેયર દ્વારા એવું નિવેદન આપવામાં આવે છે કે કોઈની સામે કાર્યવાહી કરવામાં આવશે નહીં.

READ  ઉશ્કેરાયેલા પોલીસકર્મીએ ટોઈંગ વાહનના કર્મચારીને ભાંડયા અપશબ્દો તો કર્મચારીએ ઝીંક્યો લાફો, જુઓ VIDEO

 

 

Gujarati students stuck in China, Dy CM Nitin Patel assures all help | Tv9GujaratiNews

FB Comments