દિલ્હીની ઠંડીમાં પણ અનિલ અંબાણીનો છૂટ્યો પરસેવો, કોર્ટમાં પુછ્યું ‘AC કેમ નથી ચાલી રહ્યું?’, જવાબ સાંભળીને અનિલ અંબાણીએ રુમાલથી લૂછી લીધો પોતાનો પરસેવો!

એરીક્શન કંપનીના 550 કરોડ રુપિયા ન ચૂકવવા બાબતે અનિલ અંબાણી સુપ્રીમ કોર્ટમાં હાજર થયાં હતા. અનિલ અંબાણી પોતે સુટબૂટમાં સજ્જ થઈને કોર્ટમાં હાજર રહ્યાં હતાં અને તેના લીધે તેને ગરમી લાગી હતી.

એરીક્શન કંપનીએ રિલાયંસ ક્મ્યનનિકેશન સામે 550 કરોડ રુપિયા ન ચૂકવવાનો દાવો માંડ્યો છે ત્યારે તેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. બુધવારના રોજ અનિલ અંબાણી આ સુનાવણીમાં હાજર રહ્યાં હતા. આ વખતે અનિલ અંબાણી પોતે સૂટમાં હોવાથી તેને ગરમી લાગી હતી. જ્યારે વધારે ગરમી લાગવા માંડી ત્યારે અનિલ અંબાણી પુછ્યું કે AC કેમ નથી ચાલી રહ્યું? અંબાણીના આ પ્રશ્નનો જે  જવાબ તેને આપવામાં આવ્યો અને બાદમાં તે શાંતિથી પોતાનો પરસેવો લૂછીને ઉભા રહી ગયાં હતાં.

 

જ્યારે આ પ્રશ્ન અનિલ અંબાણીએ કોર્ટમાં પૂછ્યો ત્યારે તેને જવાબ કોર્ટના વકીલે આપ્યો હતો. વકીલે અનિલ અંબાણીના પ્રશ્નના જવાબમાં કહ્યું કે કોર્ટનો નિયમ છે કે AC માત્ર માર્ચ મહિનામાં જ ચલાવવામાં આવશે. અનિલ અંબાણીની સુનાવણી હજી ચાલુ નહોતી થઈ ત્યારે આ ઘટના બની હતી બાદમાં જ્યારે જજ આવ્યા ત્યારે પણ અનિલ અંબાણી ગભરાયેલાં નજરે પડયા હતાં.

[yop_poll id=1420]

Ahmedabad traffic police gives advance memo, picture takes internet by storm | Tv9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

દેશની એક જ હુંકાર, ‘પુલવામાના જવાનોનું લોહી વ્યર્થ નહીં જાય, એક એક ટીપાનો જોરદાર બદલો લેવામાં આવશે’

Read Next

શું ગુજરાતનું આ શહેર ‘ક્રાઈમ નગરી’ તો નથી બનવા જઈ રહ્યું ને?

WhatsApp પર સમાચાર