હવે અરબપતિ નથી રહ્યા અનિલ અંબાણી! સંપતિમાં થયો આટલો મોટો ઘટાડો

વર્ષ 2008માં ફોર્બ્સ લીસ્ટમાં અનિલ અંબાણી દુનિયા છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ હતા. તેના 11 વર્ષ પછી અનિલ અંબાણી તેમની પ્રતિષ્ઠા બચાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. અનિલ અંબાણી હવે અરબપતિના લીસ્ટમાંથી બાહર થઈ ગયા છે.

દેવામાં ડુબેલા અનિલ અંબાણીના પુરા કારોબારની વાત કરીએ તો અત્યારે તેમની પાસે 523 મિલિયન ડૉલર છે એટલે કે 3651 કરોડ રૂપિયાની સંપતિ છે. અંબાણીની આ સંપતિમાં ઘટતા શેરની કિંમતો પણ સામેલ છે. અનિલ અંબાણી બિલેનિયર ક્લબથી બાહર થઈ ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગ્રુપના મ્યુચ્યુઅલ ફંડ જોઈન્ટ વેન્ચર રિલાયન્સ નિપ્પોન લાઈફ એસેટ મેનેજમેન્ટના 42.88 ટકા ભાગીદારીના વેચાણની જાહેરાતના કારણે સંપતિમાં મોટો ઘટાડો થયો છે. લગભગ 4 મહિના પહેલા ‘ધ રિલાયન્સ ગ્રુપ’ની કિંમત 8 હજાર કરોડ રૂપિયા જેટલી હતી.

આ પણ વાંચો: જાણો સાનિયા મિર્ઝાએ કેમ કહ્યું- હું પાકિસ્તાની ક્રિકેટ ટીમની માતા નથી

રિલાયન્સ ગ્રુપ પર 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. માર્ચ 2018ના આંકડાઓ મુજબ રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ કેપિટલ પર 46,400 કરોડ રૂપિયાનું દેવું છે. તે જ રીતે આર કોમ 47 હજાર 234 કરોડ રૂપિયાના દેવામાં ડુબેલી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જ્યારે રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને ઈન્ફ્રાનું કુલ દેવું 36 હજાર કરોડ રૂપિયા છે. ત્યારે રિલાયન્સ પાવર પર 31 હજાર કરોડ રૂપિયાથી વધારે દેવું છે. તાજેતરમાં જ રિલાયન્સ ગ્રુપના ચેરમેને અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે તેમના ગ્રુપે છેલ્લા 14 મહિનામાં સંપતિઓ વેચીને 35,400 કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યુ છે. છેલ્લા 2 વર્ષમાં રિલાયન્સ ગ્રુપની જે 2 મોટી સંપતિઓનું વેચાણ સફળ રહ્યું, તેમાં રિલાયન્સ પાવરનું ડિસ્ટ્રીબ્યૂશન બિઝનેસ અને ગ્રુપનું મ્યુચ્યઅલ ફંડ કારબોર સામેલ છે.

 

Amdavadis get some respite as rain arrives | Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

જાણો સાનિયા મિર્ઝાએ કેમ કહ્યું- હું પાકિસ્તાની ક્રિકેટ ટીમની માતા નથી

Read Next

આજનું રાશિફળ: આ રાશીના જાતકો પર આજે લક્ષ્‍મીદેવીની કૃપાદૃષ્ટ‍િ વિશેષ રહેશે

WhatsApp પર સમાચાર