અંબાણી દેવુ ચૂકવવા માટે વેચશે મુંબઈનું આલીશાન હેડક્વાર્ટર!

રિલાયન્સ ગ્રૃપના ચેરમેન અનિલ અંબાણી દેવુ ચૂકવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. તે માટે અનિલ અંબાણી હવે મુંબઈમાં તેમનું હેડક્વાર્ટર વેચવાની તૈયારીમાં છે. તે માટે અનિલ અંબાણી બ્લેકસ્ટોન સહિત ઘણી ગ્લોબલ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મની સાથે વાતચીત કરી રહ્યાં છે.

અનિલ અંબાણી મુંબઈના સાંતાક્રૂજમાં આવેલા હેડક્વાર્ટર રિલાયન્સ સેન્ટરને વેચીને કે પછી લોન્ગ ટર્મ લીઝ પર આપીને દેવુ ચૂકવવા ઈચ્છે છે. રિલાયન્સ સેન્ટર નામનું આ હેડક્વાર્ટર 7 લાખ સ્કવેર ફુટમાં છે અને તેને વેચવાથી 1500થી 2000 કરોડ રૂપિયા મળી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અંબાણી પરિવારને ફરી એક ઝટકો, આ કંપની થઈ શકે છે નાદાર જાહેર

હેડક્વાર્ટર વેચવા માટે રિલાયન્સ ગ્રૃપ ઈન્ટરનેશનલ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ JLLને જવાબદારી આપી શકે છે. રિલાયન્સ ગ્રૃપના પ્રવક્તાએ તેની પુષ્ટી કરી છે, તેમને કહ્યું કે ગ્રૃપના મુંબઈના હેડક્વાર્ટર સહિત રિયલ એસ્ટેટને વેચવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ મામલે વધુ જાણકારી આપવાથી પ્રવક્તાએ ઈનકાર કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદ: 31માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો CM રૂપાણી અને રાજ્યપાલે કરાવ્યો પ્રારંભ, દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશે

 

 

જ્યારે બ્લેકસ્ટોને આ ડીલ પર ટિપ્પણી કરવાથી ઈનકાર કર્યો હતો. રિલાયન્સ ગ્રૃપના હેડક્વાર્ટરની માલિકી રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસે છે. અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૃપ પર 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે દેવુ છે.

[yop_poll id=”1″]

માર્ચ 2018ના આંકડા મુજબ રિલાયન્સ ગ્રૃપની રિલાયન્સ કેપિટલ પર 46 હજાર 400 કરોડ રૂપિયાનું દેવુ છે. ત્યારે જો આર કોમની વાત કરવામાં આવે તો 47 હજાર 234 કરોડ રૂપિયાનું દેવુ છે. રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને ઈન્ફ્રાનું કુલ દેવુ 36 હજાર કરોડ રૂપિયા છે. તે જ રીતે રિલાયન્સ પાવર પર 31 હજાર કરોડ રૂપિયાથી વધારેનું દેવુ છે. તાજેતરમાં જ અનિલ અંબાણી બિલેનિયર ક્લબમાંથી પણ બહાર થઈ ગયા છે.

READ  VIDEO: સલમાન ખાનના ફાર્મહાઉસ પર નોકરી કરતો શખ્સ મુંબઈ ક્રાઈમ બ્રાંચના સંકજામાં, ચોરીના કેસમાં 29 વર્ષથી હતો ફરાર

આ પણ વાંચો: પાણી બચાવવાની શીખ બોરસદના આ યુવાન પાસેથી લેવાની જરૂર છે

 

Surendranagar: Ativrushti Sahay scam; Collector talks to agriculture officers via video conference

FB Comments