અમદાવાદની કોર્ટ સહિત સુપ્રીમમાં દાખલ કોંગ્રેસની સામે 5000 કરોડના કેસ અનિલ અંબાણી પરત ખેંચશે

લોકસભા ચૂંટણીના સમાપનની સાથે જ ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ એક મોટો ફેંસલો લીધો છે. આ ફેંસલો અનિલ અંબાણીની માલિકીની કંપની રિલાયંસ ગ્રુપે આ ફેંસલો લીધો છે.

કોંગ્રેસની સામે રિલાયંસ ગ્રુપે રાફેલ વિવાદથી લઈને નેશનલ હેરાલ્ડ જેવા મુદ્દાઓને લઈને જે 5000 કરોડનો માનહાનીનો કેસ દાખલ કર્યો હતો તેને પાછો લેવાની તૈયારી દાખવી છે. જે અમદાવાદ ખાતે આવેલી અદાલતમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી સિટી સિવિલ સેશન કોર્ટમાં જજ પી કે તમાકુવાલાની હેઠળ થઈ રહી હતી.

 

 

નેશનલ હેરાલ્ડ વિવાદને લઈને રિલાયંસ ગ્રુપના વકીલે જણાવ્યું કે આ મામલો પણ સુપ્રીમમાં છે. તેમણે કહ્યું કે આ મામલાને લઈને નેશનલ હેરાલ્ડ કેસને લડી રહેલાં વકીલને પણ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો:  ડુંગળી નથી ખાતા તો ખાવાનું શરુ કરી દો, આ બિમારીઓથી મળશે છૂટકારો અને નહીં જવું પડે ડૉક્ટરની પાસે

નેશનલ હેરાલ્ડ અને રાફેલ વિવાદને લઈને રિલાયંસ ગ્રુપે કોંગ્રેસની સામે કેસ દાખલ કર્યો હતો. જેને હવે પરત લઈ લેવાની તૈયારી દાખવી છે અને આ બાબતે વકીલોને પણ જાણકારી આપી દેવાઈ છે. રિલાયંસ ગ્રુપ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં રાફેલ વિવાદને લઈને જણાવવામાં આવ્યું હતું કે રિલાયંસની ગુડવિલને નુકસાન પહોંચ્યું છે. જેના માટે રિલાયંસ ગ્રુપે દાવો કોંગ્રેસની સામે માંડ્યો હતો.

 

How to become a CBI officer? | TV9GujaratiNews

FB Comments

TV9 WebDesk8

Read Previous

બોલીવુડ હેરાન-પરેશાન! ફરી એક સ્ટાર્સના લગ્ન જીવનમાં પડી તિરાડ અને પત્નીએ છોડ્યું ઘર

Read Next

લોકસભાની ચૂંટણીને લઈને ગાંધીનગર બેઠક પર મતગણતરી માટે આવી છે ચૂંટણી પંચની તૈયારીઓ

WhatsApp પર સમાચાર