અંકલેશ્વરની સરકારી શાળાના બાળકોએ પુલવામા હુમલા પર નાટક ભજવ્યું, જોનારા મંત્રમુગ્ધ બની ગયા

 

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના બાળકોએ રંગોત્સવ કાર્યક્રમમાં ગીત નાટ્યમાં પ્રતિભાનો ઉત્કૃષ્ટ નમૂનો રજુ કરી આમંત્રીતોની આંખો ભીંજવી હતી.   આ બાળકોએ પુલવામા હુમલા પર નાટક ભજવીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. 

 

શિક્ષણ સમિતિના વાર્ષિકોત્સવમાં બાળકોએ પુલવામાં હુમલા ઉપર ગીત નાટ્ય ભજવ્યું હતું. બાળકોએ હુમલા બાદના અહેવાલોનો અભ્યાસ કરી સૈનિકોએ અંતિમ સફર પૂર્વે પોતાના પરિવારજનોને કરેલા વચન રજુ કર્યા હતા . નાટ્યમાં સૈનિકે બહેનને હવેની રજાઓમાં ફરવા લઇ જવા કરેલ વચન, માતા – પિતાને નવા મકાનમાં લઇ જવાની ઈચ્છા અને સગર્ભા પત્નીને બાળકના જન્મ સાથેજ મળવા આવવાના આપેલ વચનને ભજવવામાં આવ્યું હતું જે બાદ બસમાં રવાના થયેલ જવાનો ઉપર થયેલ હુમલો અને રોળાયેલા સપના ખુબજ ભાવનાત્મકરીતે રજુ કરાયા હતા.

READ  રેડિયો ચેનલો હવે પાકિસ્તાની ગાયકોના ગીતો પણ ન વગાડી શકશે !

 

આ ગીત નાટયને નિહાળનાર લગભગ દરેકની આંખો ભીંજાઈ હતી શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલ ચૌહાણે જણાવ્યું હતું કે બાળકો 10 દિવસથી ગીત નાટ્યની તૈયારી કરીરહ્યા હતા. સરકારી શાળાના બાળકોએ પોતાના ટેલેન્ટનો પરિચય આપી શાળા નહિ પરંતુ શિક્ષણ મહત્વનું હોવાનું સાબિત કર્યું છે.

[yop_poll id=1900]

Top News Stories Of Gujarat : 29-02-2020 | TV9News

FB Comments