વડોદરામાં CAAનો વિરોધઃ RAFની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં કોબિંગ, અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર પથ્થરમારો

Anti-CAA stir; Stones hurled in Vadoddara's Hathikhana area, police reach the spot

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધને પગલે પોલીસ અને RAFની ટીમોએ આજે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોંબિંગ કર્યું છે. ત્યારે વડોદરા શહેરના હાથીખાના-ફતેપુરા વિસ્તારમાં બપોરના સમયે અચાનક જ પથ્થરમારો શરૂ થતાં દોડધામ મચી ગઇ હતી. હાથીખાના વિસ્તારમાં લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. પથ્થરમારાની ઘટનામાં H ડિવિઝન પોલીસ સ્ટેશનના ACP ભરત રાઠોડ અને PI એન.બી.જાડેજા ઈજાગ્રસ્ત થયા છે. તો અન્ય સ્થળો પર કોઈ અનીચ્છનીય ઘટના ન બને તે માટે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

READ  VIDEO: અમદાવાદમાં આક્રોશમાં આવીને યુવકે પોતાના મિત્રની જ કરી નાખી કરપીણ હત્યા

આ પણ વાંચોઃ દિલ્હીની જામા મસ્જિદમાં CAAના વિરોધમાં પ્રદર્શન, મોટી સંખ્યામાં લોકોએ કરી નારાબાજી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments