ભાજપને મત ના આપવાની અપીલ કરવાવાળા લોકોને અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર ઘેરી લીધા

બોલીવુડ અભિનેતા અનુપમ ખેરે તે કલાકારોને સોશિયલ મીડિયા પર ઘેરી લીધા છે, જેમને તાજેત્તરમાં ભાજપને મત નહી આપવાની અપીલ કરી હતી.

અનુપમ ખેરે ટ્વિટ કરીને કહ્યું કે અમારા સમુદાયના ઘણાં લોકોએ એક પત્ર જાહેર કરીને આવનારી ચૂંટણીમાં વર્તમાન સરકારને મત નહી આપવાની અપીલ કરી છે, જેને લોકોએ જાતે લોકશાહીની રીતથી પસંદ કરી છે.

અનુપમ ખેરે લખ્યુ કે બીજા શબ્દોમાં કહીએ તો અધિકૃત રીતે વિપક્ષ માટે કેમ્પેઈન કરી રહ્યા છે. હવે તે દેખાડો તો નથી કરી રહ્યા સરસ, બોલીવુડ અભિનેતા નસરૂદ્દીન શાહ સહિત થિયેટર અને આર્ટ સાથે જોડાયેલા 600થી વધારે લોકોએ ભાજપને મત ના આપવાની અપીલ કરી હતી.

પત્રમાં શું લખવામાં આવ્યું

જાહરે કરેલા પત્રમાં લખ્યું કે આગામી લોકસભા ચૂંટણી દેશના ઈતિહાસની સૌથી વધુ ગંભીર ચૂંટણી છે. આજે ગીત, નૃત્ય, હાસ્ય જોખમમાં છે. કોઈપણ લોકશાહીને કમજોર અને સૌથી વંચિત લોકોને સશક્ત બનાવવા જોઈએ. કોઈ લોકશાહી કોઈ પ્રશ્ન અને વિપક્ષ વગર કોઈ કામ નથી કરી શકતું. વર્તમાન સરકારે આ બધાને પોતાની તાકાતથી નિષ્ફળ કરી દીધા છે. બધા જ લોકો ભાજપને સત્તામાંથી બહાર કાઢવા માટે મત આપે.

READ  VIDEO: ગીરના ડુંગર ઉપર 20થી વધુ સિંહો નીકળ્યા લટાર મારવા, VIDEO થયો વાયરલ

 

TV9 Headlines @ 1 pm : 21-02-2020 | TV9News

FB Comments