અભિનેત્રી અનુષ્કા શર્મા હવે આ પુસ્તક પર વેબસીરીઝ બનાવશે

ફિલ્મ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા હવે ફિલ્મ પ્રોડયુસ કર્યા પછી વેબ સીરીઝ બનાવવા જઈ રહી છે. તેના માટે અનુષ્કા શર્માએ પત્રકાર તરૂણ તેજપાલે લખેલી પુસ્તકને પસંદ કરી છે.

પત્રકાર તરૂણ તેજપાલનું પુસ્તક The Story Of My Assassins પરથી અનુષ્કા શર્મા હવે વેબ સીરીઝ બનાવવા જઈ રહી છે. આ પુસ્તક એક રહસ્યમય થ્રિલર છે. તરૂણ તેજપાલ ‘તહલકા’ નામની મેગેઝીનના એટિડર હતા અને તેમની ઓળખ એક ઈન્વેસ્ટિગેટિવ પત્રકાર તરીકે હતી. તેમને ઘણા સ્ટિંગ ઓપરેશન કર્યા છે.

 

READ  વિરાટ કોહલીની પત્ની અને રોહિત શર્માની પત્ની વચ્ચે બધું ઠીક નથી? શું રોહિત શર્માની સદીથી અનુષ્કા થઈ જાય છે નારાજ?

ઉલ્લેખનીય છે કે આના પહેલા અનુષ્કા શર્માએ તેમના ભાઈ કરનેશ શર્માની સાથે મળીને ક્લીન સ્લેટ નામની એક પ્રોડકશન કંપની બનાવી છે. જે પ્રોડકશન હાઉસની અંદર તેમને NH10 નામની ફિલ્મ બનાવી હતી. હવે તે આ પ્રોડકશન હાઉસ દ્વારા વેબ સીરીઝની દુનિયામાં પણ પગ મુકવા જઈ રહી છે.

 

Oops, something went wrong.

FB Comments