મહેસાણા બંધ! APMCના વેપારીઓનો ભારે વાહનો પર પ્રતિબંધનો વિરોધ

APMC traders call for Mehsana Bandh after notification issued for ban on heavy vehicles

મહેસાણામાં અધિક કલેક્ટરે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતા એપીએમસીના વેપારીઓ મેદાને ઉતર્યા છે. એપીએમસીના વેપારીઓએ બંધ પાળીને વિરોધ દર્શાવ્યો. અધિક કલેક્ટરના નિર્ણય સામે તેમણે અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરી છે. જોકે વિરોધ દર્શાવતા વેપારીઓએ એસપી અને કલેક્ટર સાથે ટેલિફોનિક વાત કરી હતી. જેમા કલેક્ટરે શાકભાજીના વાહનો રોકવામાં નહીં આવે તેવી ખાતરી આપી હતી. કલેક્ટરે મહેસાણાના એસપી અને ટ્રાફિક વિભાગને પણ આ અંગે જરૂરી સૂચના આપી હતી. જોકે વેપારીઓ પોતાના વિરોધ પર યથાવત છે. વેપારીઓનું કહેવું છે કે, જ્યાં સુધી તેમને લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાની હડતાળ નહીં સમેટે.

READ  રાજકોટ: બેડી માર્કેટ યાર્ડમાં હડતાળ યથાવત, વેપારીઓ સામે થયેલા કેસ પાછા ખેંચવા માગણી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આ વીડિયો જોઈ સૌ કૌઈ ચોંકી જશે! વલસાડની રાજહંસ મલ્ટીપ્લેક્સનો VIRAL VIDEO

 

FB Comments