iPhone યૂઝર્સ હવે નહીં કરી શકે WhatsApp sticker ઍપ્સનો ઉપયોગ! જાણો શું છે કારણ!

Apple Might Remove All WhatsApp Sticker Apps From Their Store

Apple Might Remove All WhatsApp Sticker Apps From Their Store

WhatsApp બીટાના ટ્વિટર હેન્ડલ WABetaInfoએ એક ટ્વીટ કરીને જણાવ્યું કે WhatsAppના આ નવા ફીચરને સપોર્ટ કરતી તમામ થર્ડ પાર્ટી ઍપ્સને ઍપ સ્ટોરથી હટાવી લેવાઈ છે!

ઈન્સ્ટન્ટ મેસેજિંગ ઍપ WhatsApp એ થોડા દિવસો પહેલા જ WhatsApp sticker ફીચરને iOS અને એન્ડ્રોઈડ યૂઝર્સ માટે રોલ આઉટ કર્યું હતું. આ ફીચરની જાહેરાત કરાઈ ત્યારથી જ એપ્પલના ઍપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પર WhatsApp stickerને લગતી ઘણી બધી થર્ડ પાર્ટી ઍપ્સની ભરમાર થઈ ગઈ. આ થર્ડ પાર્ટી ઍપ્સના માધ્યમથી યૂઝર્સ નવા સ્ટીકર્સ ડાઉનલોડ કરી શકતા હતા.

WhatsApp બીટાના ટ્વિટર હેન્ડલ WABetaInfoએ એક ટ્વીટ કરીને જણાવ્યું કે WhatsAppના આ નવા ફીચરને સપોર્ટ કરતી તમામ થર્ડ પાર્ટી ઍપ્સને ઍપ સ્ટોરથી હટાવી લેવાઈ છે. આ ટ્વીટ પ્રમાણે આ તમામ થર્ડ પાર્ટી ઍપ્સ ઍપ સ્ટોરની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરી રહ્યાં હતા. WABetaInfoએ ઍપ સ્ટોર પરથી આ સ્ટીકર ઍપ્સને હટાવી લેવાનું કારણ પણ જણાવ્યું છે.

આ છે મુખ્ય કારણ

  • આ ટ્વીટ પ્રમાણે WhatsApp સ્ટીકરને ઍપ સ્ટોર પરથી હટાવવાનું પહેલું કારણ છે કે ઍપ સ્ટોર પર આ પ્રકારની ઘણી થર્ડ પાર્ટી ઍપ્સ ઉપલબ્ધ છે.
  • બીજું કારણ એ છે કે આ ઍપ્સને ઍપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવા માટે iPhoneમાં WhatsApp ઈન્સ્ટોલ થયેલું હોવું જરૂરી છે કે જે ઍપ સ્ટોરની ગાઈડલાઈન્સની વિરૂદ્ધ છે.
  • ત્રીજું કારણ એ છે આ તમામ થર્ડ પાર્ટી ઍપ્સની ડિઝાઈન એક જેવી જ છે.

જોકે WhatsAppએ આ મામલે હજી કોઈ પ્રતિક્રિયા નથી આપી. પરંતુ WhatsApp સ્ટીકર્સ તેમજ iOSની ગાઈડલાઈન્સ પ્રમાણે, તમારા ફોનમાં આ સ્ટીકર્સ માટે અલગથી એક ઍપ ઈન્સ્ટોલ થયેલી હોવી જરૂરી છે. આ ઍપ્સ દ્વારા WhatsAppમાં સ્ટીકર્સ એડ કર્યા બાદ તમે તેને અનઈન્સ્ટોલ કરી શકો છો. ત્યારબાદ જ તમે આ સ્ટીકર્સને બીજાને મોકલી શકો છો.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Junagadh Civic Polls: 38-40% voter turnout recorded till 4 PM | TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk3

Read Previous

આ નંબર પ્લેટની કિંમતમાં મળી શકે છે 1 ડઝનથી પણ વધુ રોલ્સ રોયસ, જાણો શું છે ખાસ

Read Next

Video : પોલીસે સેનાના જવાનની કાર રોકી અને પછી થયું કંઈક આવું, બનાસકાંઠા

WhatsApp પર સમાચાર