રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદે કે.પી.પાદરિયાની નિમણૂક

રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદે કે.પી.પાદરિયાની નિમણૂક કરાઇ છે. મહત્વપૂર્ણ છે કે, તાજેતરમાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આવેલા અસંતુષ્ટ સભ્યોએ કારેબારી અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. જેના પગલે કારોબારી અધ્યક્ષનું પદ ખાલી પડ્યું હતું. ત્યારે અસંતુષ્ટ સભ્યોએ બહુમતિના જોરે કે.પી.પાદરિયાની બનિહરીફ નિમણૂક કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાજકોટ: સિંગતેલના ભાવમાં વધારો! એક ડબ્બાનો ભાવ રૂપિયા 2100ને પાર

 

આ પણ વાંચોઃ અમૂલના દૂધમાં પ્લાસ્ટિકની મિલાવટ કરાઈ છે આવો વીડિયો બનાવનારની સામે ફરિયાદ

જોકે પાદરિયા સામે ACB તપાસ કરી રહી છે. જોકે પાદરિયાની વરણી થતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર ફરી વળી હતી. અને ઢોલ-નગારા તથા મ્હો મીંઠું કરાવીને કાર્યકરોએ પાદરિયાની નિમણૂકને વધાવી લીધી હતી. ત્યારે પાદરિયાએ હવે આરોગ્ય સહિત તમામ મુદ્દે વિકાસના કામો શરૂ કરવાની હૈયાધારણાં આપી હતી.

READ  Air India to start Surat-Delhi flight from Oct 1 - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments