મોડાસા: યુવતીની હત્યા-દુષ્કર્મ મામલે આરોપીઓ પકડાઈ નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર

Aravalli: Death case of a girl in Sayra; Kin refuse to accept body until accused gets arrested| TV9

મોડાસાના સાયરા ગામે યુવતીના મોતને લઈ આખરે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે.  પોલીસે ચાર યુવકો સામે અપહરણ, સામૂહિક દુષ્કર્મ અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મોડાસા રૂરલ પોલીસે અપહરણ સામૂહિક દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ કલમ 302, 366, 376 (ઘ), 506 (2) અને એટ્રોસિટી એક્ટ કલમ 3 (2)(5)3(1)(ડબ્લ્યુ 1) મુજબ ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જો કે આરોપીઓ હાલ ફરાર થઈ ગયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત આ ઘટનાને લઈને ગોઠવી દેવાયો છે. હાલ પરિવાર માગણી કરી રહ્યો છે કે આરોપીઓની ધરપકડ બાદ જ મૃતદેહ સ્વીકારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે યુવતીની ડેડબોડીને પીએમ માટે અમદાવાદ સિવિલ લાવવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

>

READ  4 વર્ષની બાળકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ, માતા-પિતા સામે પોલીસ ફરિયાદ

આ પણ વાંચો :   JNUમાં કોને વિદ્યાર્થી-શિક્ષકોને માર માર્યો? દિલ્હી પોલીસ જલદી કરી શકે છે ખૂલાસો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments